HomeAllમાતાના મઢ જતા પદયાત્રિકો માટે આશાપુરા મિત્ર મંડળનો સેવા કેમ્પ 4થી 7...

માતાના મઢ જતા પદયાત્રિકો માટે આશાપુરા મિત્ર મંડળનો સેવા કેમ્પ 4થી 7 ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે

મોરબી, 1 ઓક્ટોબર: કચ્છના માતાના મઢ દર્શનાર્થે જતા પદયાત્રિકોની સેવા માટે મોરબીના ગ્રીન ચોક સ્થિત આશાપુરા મિત્ર મંડળ દ્વારા કંઢેરાઈના પાટિયા પાસે ભવ્ય પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી 4 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર દરમિયાન ભુજથી આશરે 13 કિલોમીટર નજીક દુધઈ રોડ પર કંઢેરાઈના પાટિયા પાસે, પધ્ધર ગામની બાજુમાં આ સેવા કેમ્પ કાર્યરત રહેશે. કેમ્પમાં પદયાત્રિકો માટે 24 કલાક રહેવા, જમવા, ચા-નાસ્તા તેમજ મેડિકલ સહિતની વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આશાપુરા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 8 વર્ષથી વાહન સેવા અને છેલ્લા 16 વર્ષથી સેવા કેમ્પના માધ્યમથી માતાના મઢ જતા પદયાત્રિકોની સેવા કરવામાં આવી રહી છે. આ વર્ષે પણ પદયાત્રિકોને માર્ગમાં જરૂરી સુવિધાઓ મળી રહે તે હેતુથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

માતાના મઢ તરફ પદયાત્રા કરી રહેલા ભક્તોને આ સેવા કેમ્પનો લાભ લેવા આશાપુરા મિત્ર મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુ માહિતી માટે સંપર્ક : અશ્વિનભાઈ ઉભડીયા – 99130 52330, પ્રફુલભાઈ સોની – 98792 71793, મનસુખભાઈ બરાસરા (મનુકાકા) – 9879175277, પારસભાઈ પટેલ – 98981 52867, હીંમાંશુભાઈ પારેખ – 8160957930

RELATED ARTICLES

Most Popular

Recent Comments