
ખારચીયા, 2-10-2026: માતાનામઢ તરફ પદયાત્રા કરી જતા શ્રદ્ધાળુઓની સેવા માટે રાજપૂત યુવક મંડળ, ખારચીયા દ્વારા જુના ખારચીયા બસ સ્ટેન્ડ ખાતે સુંદર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પનો પ્રારંભ તા. 1-10-2026થી કરવામાં આવ્યો છે.

કેમ્પના પ્રમુખ હરપાલસિંહ જાડેજા દ્વારા કેમ્પની સમગ્ર જવાબદારી સંભાળવામાં આવી રહી છે. ખારચીયા ગામના ક્ષત્રિય સમાજના સહયોગથી આયોજિત આ સેવા કેમ્પમાં માતાનામઢ જતા પદયાત્રીઓને જરૂરી સેવા-સુવિધાઓ મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

માતાનામઢ તરફ પદયાત્રા કરી જતા તમામ શ્રદ્ધાળુઓને આ સેવા કેમ્પનો લાભ લેવા માટે રાજપૂત યુવક મંડળ, ખારચીયા દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવી છે.

જોડિયા તાલુકા ઉપપ્રમુખ સુરપાલસિંહ જાડેજા (ખારચીયા) તેમજ જોડિયા તાલુકા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ રવિરાજસિંહ જાડેજા (ખારચીયા) પણ જરૂરિયાત સમયે તથા રાત્રિના સમયે મોરબીથી ખારચીયા સુધીની સેવા માટે વિશેષ ઉપસ્થિત રહેશે.






















