
મોરબી, 2 ઓક્ટોબર: અજય લોરિયા દ્વારા સંચાલિત ‘સેવા એજ સંપત્તિ’ ફાઉન્ડેશન દ્વારા શહીદ જવાનોના પરિવારોના લાભાર્થે આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલૈયાઓ માટે કંઈક નવું અને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષે સિઝન પાસ ધરાવતા ખેલૈયાઓ માટે ‘પાટીદાર પરીંદે’ (મંડલી રાસ)નું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીના તમામ નવ દિવસ દરમિયાન રાત્રે માતાજીના ગરબા પૂર્ણ થયા બાદ મંડલી રાસનું આયોજન કરવામાં આવશે.

આ વિશેષ આયોજનનો લાભ માત્ર પાટીદાર નવરાત્રી મહોત્સવના સિઝન પાસ ધરાવતા ખેલૈયાઓ જ લઈ શકશે. આયોજકો દ્વારા ખેલૈયાઓને નવરાત્રીના પરંપરાગત ગરબા સાથે મંડલી રાસનો પણ આનંદ માણવાની તક મળશે.























