HomeAllમોરબીમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મચ્છુ નદી કાંઠે વ્યાપક સ્વચ્છતા અભિયાન

મોરબીમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મચ્છુ નદી કાંઠે વ્યાપક સ્વચ્છતા અભિયાન

મોરબી: મોરબી જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અને ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત પર્યાવરણ જાળવણી તથા સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ કેળવવાના હેતુથી મચ્છુ નદી કાંઠે વિશેષ શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. બેઠા પુલ પાસે યોજાયેલા આ સ્વચ્છતા અભિયાનમાં જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી સહિત ઉપસ્થિત પદાધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ અને સ્વયંસેવકોએ શ્રમદાન કરી મચ્છુ નદીના કાંઠા વિસ્તારની સઘન સફાઈ હાથ ધરી હતી. નદી કાંઠા અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે નાગરિકોને પણ સક્રિય સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.

જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર એક દિવસની ઝુંબેશ ન રહે, પરંતુ દરેક વ્યક્તિની દૈનિક જીવનશૈલીનો અભિન્ન હિસ્સો બને તે જરૂરી છે. નદીઓ, જાહેર સ્થળો અને આસપાસના પર્યાવરણને સ્વચ્છ રાખવાની જવાબદારી દરેક નાગરિકની છે.

સ્વચ્છતા અભિયાનમાં મોરબીના મેયર ઉત્તમ સુરાણી, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, કમિશનર સંગીતા રૈયાણી, કોર્પોરેટરશ્રીઓ, સ્થાનિક અગ્રણીઓ, વહીવટી અધિકારીઓ, વિવિધ સંસ્થાઓના સ્વયંસેવકો તેમજ સેવાભાવી નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments