
મોરબી : કેન્દ્ર સરકારે યુપીઆઇ ટ્રાન્ઝેકશન ચાર્જ સામે વેપારી આલમમાં ઉગ્ર વિરોધ છે ત્યારે આજે સૌરાષ્ટ્રમાં પણ નાના મોટા દુકાનદારોએ યુપીઆઇથી પેમેન્ટ બંધ કર્યુ છે. આજે નો-યુપીઆઇ ડે વિરોધરૂપે મનાવ્યો છે અને સ્કેનરથી પેમેન્ટ બંધ રાખવા સ્કેનર પર કાળુ કપડુ ઢાંકી દેવાયું છે. રાજકોટ, જામનગર, મોરબી, જુનાગઢ સહિતના શહેરોમાં આ ચુકવણા બંધ રાખવામાં આવ્યા છે, તો ભાવનગર સહિત અમુક શહેરોમાં આ એલાનની અસર નહીં હોવાનું જાણવા મળ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા યુપીઆઈ ટ્રાન્ઝેકશનમાં ઝિંકેલા ચાર્જથી જામનગર ના વેપારી આલમમાં ભારોભાર નારાજગી વ્યાપી છે.

ત્યારે સરકારના આ વલણ સા જામનગર, અમમેંમ શહેર સહિત તમામ જિલ્લાના વિવિધ વેપારી મંડળ ગાંધી જયંતિએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બંધ કરવાનું એલાન આપ્યું છે. આ સાથે કેન્દ્ર સરકારના નિર્ણય સામે સખત નારાજગી વ્યક્ત કરી કર નાબુદીની માંગણી કરી છે. જામનગરમાં વેપારીઓએ આક્રોશભેર જણાવ્યું હતુ કે, ને કેન્દ્ર સરકાર દ્વારા વેપારીઓ ઉપર યુપીઆઈ ઉપર -.4 ટકાનો કર લાદવામાં આવ્યો છે તેનાથી વેપારીઓની વાવક ઘટશે આ નિર્ણય પરત નહીં ખેંચાય તો વેપારીઓ પોનલાઈન પેમેન્ટ સ્વીકારવાનું જ બંધ કરી દેશે. જામનગરમાં અનેક વેપારીઓએ તો 15 ઓક્ટોબરથી ગ્રાહકો પાસેથી યુપીઆઈ દ્વારા પેમેન્ટ સ્વીકારવાનું જ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

જામનગર ટી ટ્રેડર્સ -સોસિએશનના પચ્ચીસથી વધુ હોલસેલરો તથા 350થી વધુ નોંધાયેલા અને અન્ય નહીં નોંધાયેલા રિટેલર વેપારીઓ દ્વારા નો-યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમની જાહેરાત કરીને ક્યુઆર કોડને જ કાળા કપડાથી ઢાંકીને વિરોધ શરુ કરાયો છે. જામનગરના કલોથ એન્ડ રેડીમેડ એસોસિએશન દ્વારા આવતીકાલે દેશભરના વેપારીઓ ગઘ UPI દિવસ મનાવશે. તેને સમર્થન આપી તમામ વેપારીઓને એક દિવસ માટે દુકાનોમાં ડિજિટલ માધ્યમથી એટલે કે યુપીઆઈથી પેમેન્ટ લેવાનો સંપૂર્ણ બહિષ્કાર કરવા માટે જણાવાયું છે.

જુનાગઢ જૂનાગઢના ક્લોથ એન્ડ રેડીમેટ એસોસિયન દ્વારા ભારતભરના વેપારીઓને એક જૂથ કરવા માટે એક અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે દેશભરના વેપારીઓનો યુપીઆઈ દિવસ મનાવા મા આવી રહ્યો છે જેના ભાગરૂપે તમામ વેપારીઓ એક દિવસ માટે દુકાનોમાં ડિજિટલ માધ્યમથી એટલે કે યુપીઆઈ થી પેમેન્ટ લેવાનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. જેમાં જુનાગઢ કાપડ એસોસિયન અને રેડીમેટ એસોસિયન દ્વારા તમામ વેપારીઓ એ ગ્રાહકો પાસેથી યુપીઆઈ મારફતે પેમેન્ટ સ્વીકારવું નહીં તેઓ નિર્ણય કરી વેપારીઓની એકતા અને શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે દુકાને દુકાને યુપીઆઈ સ્કેનર ઉપર કાળુ કપડું ઢાંકી દેવામાં આવ્યું છે જેના ફોટા પાડી એસએસસી દ્વારા પોતપોતાના ગ્રુપમાં મૂકવામાં આવ્યા છે અને શક્તિ પ્રદર્શન અને સાથે એકતા દર્શાવવામાં આવી રહી છે. મોરબી સરકાર દ્વારા યુપીઆઈ પેમેન્ટ ઉપર ચાર્જ લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે તેનો ઠેરઠેર વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવે છે તેના જ ભાગરૂપે આજે મોરબીમાં જુદાજુદા વેપારીઓ એસો.

દ્વારા યુપીઆઈ પેમેન્ટ પર 0.4 ટકા ચાર્જ અને 18 ટકા જીએસટી લાગવાનો છે તેના વિરોધમાં આજથી યુપીઆઈથી પેમેન્ટ સ્વીકારવાનું બંધ કર્યું છે અને માત્ર કેસ કે પછી ચેકથી જ વહીવટ કરવામાં આવી રહ્યા છે. વર્તમાન ડિજિટલ યુગમાં વધુમાં વધુ પેમેન્ટ ઓનલાઈન અને ખાસ કરીને યુપીઆઈ મારફતે કરવામાં આવે છે આટલું જ નહીં પરંતુ દરેક જગ્યાએ ઓનલાઈન પેમેન્ટને પ્રોત્સાહન મળે તેના માટે પહેલા સરકાર દ્વારા જ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો જો કે, હવે યુપીઆઈ પેમેન્ટ ઉપર ચાર્જ અને જીએસટી લગાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી ખાધ્ય તેલ એસો. ના પ્રમુખ જીજ્ઞેશભાઈ ચંદારાણા અને ઉપપ્રમુખ વિમલભાઈ સેજપાલ પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના વેપારીઓએ યુપીઆઈ પેમેન્ટ સ્વીકાર સામે મોરચો ખોલ્યો છે.

અને જે નવી ચાર્જની નીતિ જાહેર કરવામાં આવી છે તેના વિરોધમાં વેપારીઓએ આજથી યુપીઆઈ પેમેન્ટ સ્વીકારવાનું બંધ કર્યું છે. જો કે, વેપારીઓ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી હાલમાં વેપારને કોઈ અસર થઈ રહી નથી કેમ કે, વેપારી દ્વારા કેસ અને ચેકથી માલનું પહેલની જેમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલેખનીય છે કે, કેટલાક વેપારીઓએ તો પોતાની દુકાને રાખેલા યુપીઆઈ પેમેન્ટ મેળવવા માટેના ક્યુઆર કોડ કે સ્કેનર હતા તેને હટાવી દીધેલ છે કેમ કે, સરકાર અને બેંકો દ્વારા યુપીઆઈ પેમેન્ટ ઉપર લગાવવામાં આવતા ચાર્જ અને જીએસટીથી નાના વેપારીઓની મુશ્કેલીઓ વધશે તે નિશ્ચિત છે.

કેમ કે, યુપીઆઈ પેમેન્ટ પર 0.4 ટકા જેટલો ચાર્જ વસૂલવાની જોગવાઈ અને આ ચાર્જ ઉપર 18 ટકા જીએસટી લાગુ પડતો હોવાથી વેપારીઓને ડબલ માર પડશે. અને આ રકમ વેપારીઓના ખાતામાંથી સીધી જ કપાઈ જશે.

> નો-UPI પેમેન્ટ અભિયાન : રાજકોટના વેપારીઓએ ‘સ્કેનર’ ઢાંકી દીધા : લાખાજીરાજ રોડ સહિતની મુખ્ય બજારોમાં વેપારીઓએ સ્કેનર હટાવ્યાં, વેપારીઓ કેશ જ સ્વીકારશે રાજકોટ, તા.2 પેમેન્ટ પર પ્રસ્તાવિત 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટને લઈને વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે રાજકોટના વિવિધ વેપારી એસોસિયેશનો અને વેપારીઓ દ્વારા આજે ‘નો-UPI ’ પેમેન્ટ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના અનેક બજારોમાં વેપારીઓએ UPI પેમેન્ટ સ્વીકારવાનું ટાળીને વિરોધ નોંધાવ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, ગ્રાહકોને UPI મારફતે ચુકવણી ન થાય તે માટે દુકાનો પર રાખવામાં આવેલા UPI સ્કેનરનો આજે ઉપયોગ કરવામાં આવ્યો નથી.

કેટલાક વેપારીઓએ સ્કેનર ગ્રાહકોની નજર સમક્ષ ન રાખીને રોકડ ચુકવણી કરવા અપીલ કરી હતી. રાજકોટના લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ગુંડાવાડી મેઇન રોડ, ઘી કાંટા રોડ સહિત શહેરના અનેક વિસ્તારોમાં વેપારીઓએ આ અભિયાનને સહયોગ આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વેપારીઓનું કહેવું છે કે UPI પેમેન્ટનો વ્યાપક ઉપયોગ થતો હોવાથી અચાનક રોકડ ચુકવણી તરફ વળવાથી ગ્રાહકોને મુશ્કેલી પડી શકે છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે, ખાસ કરીને યુવા વર્ગ રોજિંદા વ્યવહારોમાં UPIનો વધુ ઉપયોગ કરે છે. બજારમાં ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ ઊંચું હોવાથી આજે ખરીદી કરવા નીકળેલા લોકોને રોકડ સાથે રાખવાની ફરજ પડી શકે છે.

વેપારીઓનું કહેવું છે કે MDR લાગુ થવાથી તેમના વ્યવસાયના ખર્ચમાં વધારો થઈ શકે છે અને નાના વેપારીઓ પર તેની અસર પડી શકે છે. આ મુદ્દે રાજકોટ સહિત અન્ય શહેરોમાં પણ વેપારી સંગઠનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
















