પદયાત્રીઓ માટે ભોજન, ચા-નાસ્તો, રાત્રિ રોકાણ અને મેડિકલ સહિતની વિનામૂલ્યે સુવિધાઓ ઉપલબ્ધ

મોરબી, 2 ઓક્ટોબર: કચ્છના આરાધ્ય દેવી માતાના મઢ તરફ પદયાત્રા કરી જતા ભક્તોની સેવા માટે મોરબી પંથકમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. આ સેવાભાવની પરંપરાને આગળ ધપાવતા ગુંગણ યુવા ગ્રુપ દ્વારા સતત 18મા વર્ષે પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુંગણ યુવા ગ્રુપ દ્વારા માળિયા હાઇવે પર દાદાશ્રીનગરથી આગળ રામાધણી હોટેલ ગ્રાઉન્ડ ખાતે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. તા. 30 સપ્ટેમ્બર, 2026થી શરૂ થયેલો આ સેવાયજ્ઞ પદયાત્રી ભક્તોની અવરજવર ચાલુ રહે ત્યાં સુધી સતત કાર્યરત રહેશે.

કચ્છ તરફ પદયાત્રા કરી જતા શ્રદ્ધાળુઓને માર્ગમાં કોઈ અગવડ ન પડે તે માટે કેમ્પ ખાતે વિનામૂલ્યે ભોજન, ચા, પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત પદયાત્રીઓ માટે રાત્રિ રોકાણ તથા જરૂરી મેડિકલ સારવારની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ગુંગણ યુવા ગ્રુપ દ્વારા કચ્છના માતાના મઢ તરફ પદયાત્રા કરી જતા તમામ ભક્તોને આ સેવા કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. સેવા કેમ્પ અંગે વધુ માહિતી માટે દિગુભા જાડેજા 9714530511, દેવેન્દ્રસિંહ જાડેજા 7990218159 તથા કુલદીપસિંહ જાડેજા 7984441437નો સંપર્ક કરી શકાશે.






















