
વાંકાનેર: વાંકાનેર શહેરમાં છેલ્લા બાવન વર્ષથી નિ:સ્વાર્થ ભાવે ચાલતા ધ્યાનિ ધુન મંડળ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે એટલે કે 53મા વર્ષે આગામી તા.4ને રવિવારના રોજ શહેરના અમર રોડ ખાતે આવેલ મોચી સમાજની વાડી ખાતે ચામુંડા માતાજીના મઢ ખાતે આ બટુક ભોજન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ અંગે માહિતી આપતા ધ્યાનિ ધુન મંડળના અગ્રણી આગેવાન બાબુભાઇ રાજગોરે જણાવેલ કે ઉપરોક્ત ધુન મંડળ દ્વારા નિ:સ્વાર્થ ભાવે છેલ્લા 51 વર્ષથી આવી જ રીતે શહેરભરના બટુકો માટે બટુક ભોજન (મહાપ્રસાદ)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષ પણ તા.4ને રવિવારના રોજ (મહાપ્રસાદ)ના આયોજન કરતાં શહેરભરની તમામ ગરબી મંડળોની બાળાઓને તથા તમામ બાળકોને આમંત્રિત કરવામાં આવેલ છે.

તા.4ને રવિવારના રોજ વાંકાનેર ગઢની રાંગ ખાતે આવેલ શ્રી ચામુંડા માતાજી તથા મોમાઇ માતાજીના મઢની મોચી સમાજની વાડી ખાતે સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી આ કાર્યક્રમ થશે. આ તમામ ગરબી મંડળ તથા શહેરના તમામ બાળકોને આ મહાપ્રસાદનો લાભ લેવા ધુન મંડળના સંચાલકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. ધુનના કાર્યક્રમ માટે બાબુભાઇ રાજગોર-મો. 96862 25541, મનમોહનભાઇ-મો. 99138 63790, રમેશભાઇ રાઠોડ-98256 51864, અલ્પેશભાઇ ભાવસાર-98982 79714 આ ઉપરાંત મંડળના સભ્યો શૈલેષભાઇ મઢવી, ભોલાભાઇ પુજારી, રમેશભાઇ નાગર, મહેશભાઇ રાજગોર સહિતનાનો સંપર્ક કરવા જણાવેલ છે.
























