HomeAllમોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિનીનું ભવ્ય પથ સંચલન યોજાયું

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિનીનું ભવ્ય પથ સંચલન યોજાયું

દુર્ગાવાહિનીની અખિલ ભારતીય સહ સંયોજિકા પિન્કીબેન પવારે માર્ગદર્શન આપ્યું; મોટી સંખ્યામાં કાર્યકરો અને ધર્મપ્રેમી જનતા જોડાઈ

મોરબી: 02-10-2026ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની, સુરેન્દ્રનગર વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં ભવ્ય પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં એકતા, સંસ્કાર અને સંગઠનની ભાવનાને વધુ મજબૂત કરવાના હેતુથી યોજાયેલા આ પથ સંચલનમાં મોટી સંખ્યામાં કાર્યકરો તથા ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી.

પથ સંચલનનો પ્રારંભ બપોરે 4:00 કલાકે બાપા સીતારામ ચોક ખાતેથી કરવામાં આવ્યો હતો. પથ સંચલનમાં દુર્ગાવાહિનીની અખિલ ભારતીય સહ સંયોજિકા પિન્કીબેન પવાર ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. મહિલાઓ અને યુવતીઓએ સફેદ વસ્ત્રો સાથે કેસરી દુપટ્ટા ધારણ કરી શિસ્તબદ્ધ રીતે પથ સંચલનમાં ભાગ લીધો હતો.

બાપા સીતારામ ચોકથી શરૂ થયેલું પથ સંચલન વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ પરત બાપા સીતારામ ચોક ખાતે પહોંચ્યું હતું. સમગ્ર માર્ગ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પથ સંચલનનું સ્વાગત કર્યું હતું.

પથ સંચલન દરમિયાન રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કાર પ્રત્યે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જોડાયેલા કાર્યકરો અને બહેનોએ શિસ્તબદ્ધ રીતે સંચલનમાં ભાગ લઈ સંગઠન અને સામાજિક એકતાનો સંદેશ પ્રસરાવ્યો હતો.

સાંજે 7:00 કલાકે પથ સંચલનનું સમાપન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજન બદલ આયોજકો દ્વારા કાર્યકરો, સહયોગીઓ અને ઉપસ્થિત ધર્મપ્રેમી જનતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments