HomeAllમોરબીથી કબરાઉ સુધી 108 કિ.મી.ના માર્ગે અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપનું પદયાત્રીઓ માટે સેવાકાર્ય

મોરબીથી કબરાઉ સુધી 108 કિ.મી.ના માર્ગે અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપનું પદયાત્રીઓ માટે સેવાકાર્ય

મોરબી: માતાના મઢ દર્શનાર્થે જતા પદયાત્રીઓની સુવિધા માટે અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા મોરબીથી કબરાઉ સુધીના આશરે 108 કિ.મી.ના માર્ગ પર સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. લાંબી પદયાત્રા દરમિયાન ભક્તોને જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે માટે ગ્રુપના સભ્યોએ માર્ગમાં સેવા આપી હતી.

ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ સહિત 9 બહેનોએ સેવાકાર્યમાં જોડાઈ મોરબીથી બોલેરો વાહનમાં પાણી, ઠંડા પીણા, ફળો સહિતની વિવિધ ચીજવસ્તુઓ લઈ કબરાઉ સુધીનો પ્રવાસ કર્યો હતો. માર્ગમાં માતાના મઢ તરફ જઈ રહેલા પદયાત્રીઓને આ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સતત માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે પદયાત્રીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિવિધ સેવાઓ અને ચીજવસ્તુઓની વ્યવસ્થા કરી ગ્રુપ દ્વારા સેવાભાવની પરંપરા જાળવી રાખવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments