HomeAllમોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 ઓક્ટોબરે યોજાશે

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 ઓક્ટોબરે યોજાશે

મોરબી, તા. ૦૬ ઓક્ટોબર, ૨૦૨૬: મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાશે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં વિવિધ પ્રશ્નોની સમીક્ષા હાથ ધરવામાં આવશે.

બેઠક દરમિયાન સંકલન સહ ફરિયાદ સમિતિ સમક્ષ રજૂ થયેલા પ્રશ્નો ઉપરાંત સ્વાગત પોર્ટલ અને પી.જી. પોર્ટલ પર નોંધાયેલા પ્રશ્નોની પણ સમીક્ષા કરવામાં આવશે. તેમજ બેઠકમાં રજૂ થનારા પ્રશ્નો અંગે જરૂરી ચર્ચા અને સમીક્ષા હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત સંકલન સમિતિના પત્રક નં. ૧ થી ૬ની પણ સમીક્ષા કરવામાં આવશે. સમગ્ર બેઠક અંગેની માહિતી મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments