HomeAllવાંકાનેર NSUIમાં મોહિન ભોરણીયાની તાલુકા મહામંત્રી તરીકે નિમણૂક

વાંકાનેર NSUIમાં મોહિન ભોરણીયાની તાલુકા મહામંત્રી તરીકે નિમણૂક

પંચાસરના એલ.એલ.બી.ના વિદ્યાર્થી મોહિન ભોરણીયાને NSUIના વાંકાનેર તાલુકા મહામંત્રીની જવાબદારી સોંપાઈ

વાંકાનેર: વાંકાનેર તાલુકાના પંચાસર ગામના રહેવાસી અને એલ.એલ.બી.ના વિદ્યાર્થી મોહિન ભોરણીયાની NSUIના વાંકાનેર તાલુકા મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

NSUI ગુજરાત દ્વારા તા. 28 સપ્ટેમ્બર, 2026ના રોજ જાહેર કરવામાં આવેલા નિમણૂક પત્રમાં મોહિન ભોરણીયાને વાંકાનેર તાલુકા માહામંત્રી (Wankaner Taluka Mahamantri) તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવી હોવાનું પત્રમાં જણાવાયું છે.

મોહિન ભોરણીયા હાલ એલ.એલ.બી.નો અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થી સંગઠનમાં તેમને મળેલી નવી જવાબદારી સાથે તેઓ વાંકાનેર તાલુકાના વિદ્યાર્થીઓના પ્રશ્નો અને NSUIના સંગઠનાત્મક કાર્યોને આગળ ધપાવશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments