HomeAllUPI પેમેન્ટ પર લાગશે ચાર્જ કે મળશે રાહત? 15 ઓક્ટોબરના MDR પર...

UPI પેમેન્ટ પર લાગશે ચાર્જ કે મળશે રાહત? 15 ઓક્ટોબરના MDR પર NPCI લેશે અંતિમ નિર્ણય!

UPI: પેમેન્ટ કરતા કરોડો નાગરિકો અને વેપારીઓ માટે આગામી દિવસો ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થવાના છે. નિયમ મુજબ 15 ઓક્ટબર, 2026થી રૂ. 2000થી વધુના કેટલાક યુપીઆઈ લેણ-દેણ પર 0.4 ટકા એમડીઆર (MDR) લાગુ થવાની તારીખ નક્કી કરવામાં આવી છે. જો કે, આ ડેડલાઇન નજીક આવતા જ મર્ચન્ટ સંઘો, ફિનટેક અને પેમેન્ટ કંપનીઓએ આ નિયમ જાન્યુઆરી 2027 સુધી લંબાવવાની માંગ કરી છે. પેમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં મૂંઝવણ અને તૈયારીઓનો અભાવ : યુપીઆઈ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાની તારીખ નજીક હોવા છતાં પેમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં હજુ સુધી પૂરી તૈયારી થઈ શકી નથી.

વિવિધ પ્રકારના યુપીઆઈ પેમેન્ટ માટે અલગ-અલગ એમડીઆર રેટ્સ, નીતિઓ અને તેની મર્યાદાઓ હજુ સુધી સ્પષ્ટ થઈ શકી નથી. આ મુદ્દે નાણા મંત્રાલય સાથે ચર્ચાઓ ચાલી રહી છે અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) આગામી બે દિવસમાં આ અંગે મોટો નિર્ણય લઈ શકે છે. કેટલો MDR ચૂકવવો પડશે?

ગયા મહિને યુપીઆઈ સ્ટીયરિંગ કમિટીએ રૂ. 2000થી વધુના કેટલાક વ્યવહારો પર 0.4 ટકા એટલે કે 40 બેસિસ પોઈન્ટ MDR નક્કી કર્યો હતો. એમડીઆર એ એવો ચાર્જ છે જે ડિજિટલ પેમેન્ટની પ્રક્રિયા માટે વેપારી દ્વારા સંબંધિત બૅન્ક અથવા પેમેન્ટ સિસ્ટમ સાથે જોડાયેલા પક્ષોને ચૂકવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, રૂ. 2000ના વ્યવહાર પર 0.4 ટકાના હિસાબે રૂ.

8 અને રૂ. 10,000ના વ્યવહાર પર રૂ. 40નો ચાર્જ બને છે. જો કે, આ શુલ્ક કયા વ્યવહારો પર લાગુ થશે તે અંગે હજુ પણ ઉદ્યોગ જગતમાં અસમંજસ છે. જાન્યુઆરી સુધી સમય વધારવાની માંગ કેમ?

પેમેન્ટ ઇન્ડસ્ટ્રીનું કહેવું છે કે યુપીઆઈમાં કાર્ડ પેમેન્ટની જેમ સમાન ફી સ્ટ્રક્ચર નથી. યુટિલિટી બિલ, લોનની હપ્તા અને કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા વ્યવહારો માટે અલગ-અલગ દર નક્કી કરવામાં આવ્યા છે, જેને લઈને કંપનીઓ અને વેપારીઓમાં ભ્રમ ફેલાયેલો છે. આ ઉપરાંત, 15 ઓક્ટબરથી આ વ્યવસ્થા એવા સમયે લાગુ થઈ રહી છે જ્યારે દેશમાં તહેવારોની ખરીદી શરૂ થઈ ચૂકી છે. ઉદ્યોગને આશંકા છે કે તહેવારોની મોસમમાં મોંઘવારીના દબાણ વચ્ચે વેપારીઓનો ખર્ચ વધશે અને કેટલાક વેપારીઓ એમડીઆરનો આ બોજ ગ્રાહકો પર નાખવાનો પ્રયાસ કરી શકે છે. લોન રીપેમેન્ટ અને મેન્યુઅલ પેમેન્ટને લઈને સૌથી મોટી મૂંઝવણ : લોનની હપ્તાની ચુકવણીને લઈને પેમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં અનેક સવાલો ઉભા થયા છે.

ઓટો-ડેબિટ નિષ્ફળ જવા પર જ્યારે ગ્રાહક મેન્યુઅલ રીતે લોન ભરે છે, ત્યારે તે ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન પેમેન્ટ ગણાય છે કે કેમ તેને લઈને સ્પષ્ટતા નથી. NPCI દ્વારા આવા પેમેન્ટ પર રૂ. 5ની ફ્લેટ ફીની જોગવાઈ છે, પરંતુ બૅન્કો અને પેમેન્ટ એગ્રીગેટર્સ સામે લોન રીપેમેન્ટ અને સામાન્ય નાણાકીય સેવાના વ્યવહારો વચ્ચે તફાવત સ્પષ્ટ કરવાનો પડકાર છે. આગામી બે દિવસમાં NPCIના નિર્ણય પર નજર : હાલમાં સૌથી મોટો સવાલ એ છે કે 15 ઓક્ટબરથી MDR લાગુ થશે કે તેને જાન્યુઆરી 2027 સુધી ટાળવામાં આવશે. ઇન્ડસ્ટ્રીની આ માંગ એનપીસીઆઈ (NPCI) સુધી પહોંચી ગઈ છે અને જો માંગ સ્વીકારવામાં આવશે તો વેપારીઓ અને પેમેન્ટ કંપનીઓને તૈયારી માટે વધુ સમય મળી શકે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments