નવી દિલ્હીઃ મુખ્ય ચુંટણી કમિશ્નર જ્ઞાનેશકુમાર સામે આજથી કોકરોચ જનતા પાર્ટીએ શરુ કરેલા આંદોલનમાં સમગ્ર દિલ્હીમાં ભારે સુરક્ષા અને હજારો પોલીસ- અર્ધલશ્કરી દળોની તૈનાતી વચ્ચે હજારો આંદોલનકારીઓ જંતરમંતર આસપાસ-આકાશવાણી પીટીઆઈ ઓફીસ સહિતના વિસ્તારોમાં પહોંચી ગયા અને અનેક સ્થળોએ પોલીસ-આંદોલનકારીઓ વચ્ચે ઝપાઝપી તથા ભાગદોડના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસે જેન-ઝી સહિતના દેખાવકારોની ટીંગાટોળી કરી ધરપકડ કરી છે અને હજુ હજારો દેખાવકારો જંતર મંતર પહોંચી રહ્યા છે. તો કેટલાક સ્થળોએ પથ્થરમારો પણ થયો હતો. એક તરફ દિલ્હીમાં 57 મેટ્રો સ્ટેશન તથા અન્ય વાહન વ્યવહારના માર્ગો બંધ કરી દેવાયા હતા અને પ્રદર્શનકારીઓ જંતરમંતર પહોંચી શકે નહી તે માટે અહી ત્રણ સ્તરીય સુરક્ષા બંદોબસ્ત લાદી દીધો હતો તો પણ હજારો આંદોલનકારીઓ અહી પહોંચવામાં સફળ રહ્યા છે.

પોલીસે ધરપકડનો દૌર શરુ કર્યા છે તથા સેંકડો બસ ભરીને દેખાવકારોને અગાઉથી તૈયાર રખાયેલા કેમ્પમાં મોકલી અપાયા છે. આજે સવારથી જ દિલ્હીમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી તથા પાટનગરમાં આંદોલન સ્થળે એક પણ દેખાવકાર પહોંચી ન શકે તે નિશ્ચિત કરવા દિલ્હીની સરહદો પણ સીલ થઈ છે તથા પોલીસને છુટ્ટો દૌર અપાયા છે તો આજે આંદોલનનું નેતૃત્વ કરવા માટે દિલ્હી પહોંચેલા કોકરોચ જનતા પાર્ટીના વડા અભિજીત દિપકે તથા તેના બે સાથીઓની વિમાનમાં જ ધસી ગયેલી પોલીસે ધરપકડ કરી જાણ્યા સ્થળે લઈ ગયા હતા. જો કે તેનાથી આંદોલનનો જથ્થો તૂટયો ન હતો તથા હજારો દેખાવકારો જંતરમંતર પહોંચવા લાગ્યા હતા તો આકાશવાણી પાસે પોલીસ તથા દેખાવકારો વચ્ચે ઝપાઝપી અને પથ્થરમારામાં પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી.

આજે ડાબેરી પક્ષોના વિદ્યાર્થી સંગઠન પણ આંદોલનમાં જોડાયા હતા અને મમતા બેનરજી કેરળના પુર્વ મુખ્યમંત્રી પી. વિજયન અને અનેક ટોચના નેતાઓ પણ જોડાયા હતા. આ અગાઉ દિલ્હી પોલીસે આસપાસના અનેક ક્ષેત્રમાં પણ તનાવ હતા. દિલ્હીના કોનોટ પ્લેસના સર્કલમાં પણ દેખાવકારો પહોંચી ગયા હતા. અહી મુખ્ય ચુંટણી કમિશ્નર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા પોલીસ ત્યાં પહોંચી ગઈ છે તથા ધરપકડનો દૌર શરુ કર્યો હતો.

પુરા દિલ્હીમાં કલમ 163નો અમલ છે તથા અહી ધરપકડ માટે ખાસ સતા પોલીસને આપવામાં આવી છે તથા દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાલ મેદાનમાં છે. દિલ્હીમાં જંતર મંતર ભણી જતા તમામ માર્ગો પર બેરીકેડ તથા આડચો ઉભી કરાઈ છે તથા દરેક વાહન ચાલકની પુછપરછ થઈ રહી છે. દિલ્હી પહોંચે તે પુર્વે જ ધ્રુવ રાઠી તથા રત્નાસિંઘની અટકાયતઃ ઉપરથી જ ઓર્ડર છેઃ પોલીસ નવી દિલ્હીઃ સોશ્યલ મીડીયા પર લાખો ફોલોઅર્સ ધરાવતા યુટયુબર ધ્રુવ રાઠી જે જર્મન નાગરિક છે તેની આજે જંતર મંતર પહોંચતા પુર્વે ગુરુગ્રામ સ્થિત તેના ઘરેથી જ અટકાયત કરી લીધી છે. તે ઉપરાંત કોકરોચ જનતા પાર્ટીના લીગલ ટીમના વડા રત્નાસિંઘને પણ તેમના ઘરેથી અટકાયત કરવામાં આવી છે.

તેઓ જંતર મંતર જવા રવાના થવાના હતા તે સમયે 25 જેટલા પોલીસ કર્મચારીઓએ તેમની કારને ઘેરી લીધી હતી અને તેઓની અટકાયત કરીને અજાણ્યા સ્થળે લઈ જવાયા છે. આ અંગે તેમને જયારે પોલીસ પાસે ધરપકડ વોરન્ટ કે આદેશ છે. તે અંગે પુછપરછ કરતા જણાવ્યું કે પોલીસ અધિકારીએ મને કહ્યું કે ઉપરથી જ આદેશ છે. એક તબકકે તેમને કારમાંથી બહાર નીકળવાનો ઈન્કાર કર્યો હતો પણ બાદમાં બળજબરીપુર્વક તેમને લઈ જવાયા હતા.

આવું તો ઈન્દિરા ગાંધીએ પણ નહોતુ કર્યુ નવી દિલ્હીઃ કોકરોચ જનતા પાર્ટીના નેતા અભિજીત દીપકે એ એક વિડીયો શેર કર્યો છે જેમાં તેમની વિમાનમાં જ પોલીસ અટકાયત કરી રહી છે તે દર્શાવ્યું છે અને કહ્યું કે દિલ્હી પોલીસ એ અન્ય મુસાફરોની ચિંતા કર્યા વગર વિમાનમાં પ્રવેશ કરીને અમોને નીચે લેન્ડીંગ થતા અટકાવ્યા હતા અને કોઈ ક્રિમીનલને ઝડપતા હોય તે રીતે અમને ઝડપી લીધા. આવું તો ઈન્દિરા ગાંધીએ પણ નહોતુ કર્યુ. અટકાયતીને લઇ જતી બસોને ઘેરી લેવાઇ જંતરમંતર પર સેંકડો આંદોલનકારીઓની પોલીસે અટકાયત કરી હતી. અટકાયતીઓ માટે ખાસ કામચલાઉ સ્થળો રાખવામાં આવ્યા હતા. સવારથી જ અટકાયતી પગલા શરૂ લેવાયા હતા.

કોકરોચ નેતા નેહા બોરાની અટક કરીને પોલીસ બસમાં લઇ જવાતી હતી જ્યારે આંદોલનકારીઓએ બસને ઘેરી લેતા ટેન્શન સર્જાયું હતું. જંકશન પર દિલ્હી જતી ટ્રેનો રદ થતાં મુસાફરો પરેશાન શુક્રવારે પટના જંકશન પર ટ્રેનની રાહ જોતી મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી, જ્યાં દિલ્હી જતી અસંખ્ય ટ્રેનો રદ્દ થવાને કારણે મુસાફરોને ભારે હાલાકી અને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.




















