HomeAllમોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં ભાજપના હોદેદારોની કરાઈ નિમણૂક

મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં ભાજપના હોદેદારોની કરાઈ નિમણૂક

મોરબી: મોરબી જિલ્લામાં વિવિધ મોરચાઓના હોદ્દેદારોની વરણી કરવાની બાકી હોય તાજેતરમાં જિલ્લા ભાજપના પ્રમુખ દ્વારા મોરબી જિલ્લા યુવા ભાજપ, મોરબી જિલ્લા કિસાન મોરચો, મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચો અને અનુ. જાતિ મોરચાના જુદા જુદા હોદેદારોની નિમણૂક કરવામાં આવેલ છે

જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા જિલ્લાના પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના સાથે ચર્ચા અને પરામર્શ કર્યા બાદ જિલ્લાના વિવિધ મોરચાના હોદેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં જિલ્લા યુવા ભાજપના મંત્રી પદે દક્ષ નિકુંજભાઈ કોટક અને હરેશભાઈ મનસુખભાઈ મદ્રેસાણીયા, જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ પદે વનરાજસિંહ નાગજીભાઈ ચૌહાણ અને રમેશભાઈ સવજીભાઈ રાઠોડ, જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ પદે મેરાભાઈ કાળાભાઈ ધરજીયા, મોરબી જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના ઉપપ્રમુખ પદે દિનેશભાઈ જેઠાભાઇ પરમાર તેમજ જિલ્લા અનુ. જાતિ મોરચાના મંત્રી પદે નરસીભાઈ ગોકળભાઈ વોરાની નિમણૂક કરવામાં આવેલ છે જેથી નવનિયુક્ત હોદ્દેદારોને ચોમેરથી આવકાર અને શુભકામનાઓ મળી રહે છે

RELATED ARTICLES

Most Popular

Recent Comments