HomeAllમોબાઈલમાં ધીમું નેટવર્ક, કોલડ્રોપ બનશે ભૂતકાળ : ખુદ ટાવર જ બનશે એઆઈ...

મોબાઈલમાં ધીમું નેટવર્ક, કોલડ્રોપ બનશે ભૂતકાળ : ખુદ ટાવર જ બનશે એઆઈ મગજથી સ્માર્ટ!

નવી દિલ્હી: દેશના 130 કરોડથી વધુ મોબાઈલ ગ્રાહકો માટે મોબાઈલ નેટવર્કની સ્પીડ ઓછી કે કોલડ્રોપ જેવી સમસ્યા આવનારા સમયમાં ભૂતકાળ બની જશે. કારણ એ છે કે હવે મોબાઈલ માટે સ્માર્ટ ડિઝીટલ નેટવર્ક તૈયાર થશે. તેમાં એઆઈ મગજ વાળા સ્માર્ટ મોબાઈલ ટાવર હશે, જે ખુદ આકલન કરીને બતાવી દેશે કે કયાં મોબાઈલ નેટવર્ક પર કેટલો લોડ છે અને સિસ્ટમને કેટલી અપગ્રેડ કરવાની જરૂર છે. આટલું જ નહીં, ઓટો મોડ પર નેટવર્ક અપગ્રેડ પણ થઈ શકશે. તેમાં જમીનની અંદર ઓપ્ટીકલ ફાઈબર નેટવર્કથી કનેકટીવીટી સુધી કામ થશે.

અસલમાં પુરું ડીજીટલ માળખુ, નેટવર્ક, એઆઈ, ઉપગ્રહ, કલાઉડ, કોમ્પ્યુટીંગ અને ઉપકરણ એકબીજા સાથે જોડાઈને કામ કરશે. આ સ્કેલ વિધાઉટ બાઉન્ડ્રીઝ મોડલ રહેશે, જેના પર કામ થઈ રહ્યું છે. નવું સ્માર્ટ નેટવર્ક, એઆઈ થશે મેન-કોર આવનારા સમયમાં 6-જી માટે પુરા મોબાઈલ નેટવર્કને અપડેટ કરવાનું છે. જે અંતર્ગત હવે ફાઈબર, 5-જી, 6-જી, એઆઈ, કલાઉડ અને સેટેલાઈટનું કનેકટેડ ડિજીટલ નેટવર્ક રહેશે. તેમાં મોબાઈલ ટાવર ખુદ આકલન કરીને કહેશે કે કયાં જરૂરત છે.

સ્માર્ટ મોબાઈલ ટાવરનું મોડલ મેદાની તરીકે શરૂ કરવામાં આવી રહ્યું છે. તે એઆઈ બેઝડ રહેશે, જે ખુદ ઓળખ કરશે કે કયા ક્ષેત્રમાં વધુ ટ્રાફીક છે, કયાં ક્ષમતા વધારવાની જરૂર છે અને કયાં સુધી ટેકનીકલ ખરાબી આવવાની આશંકા છે. એઆઈ નેટવર્ક, ઈન્ટેલીજન્ટ રેડિયો એકસેસ નેટવર્ક, એજ કોમ્પ્યુટીંગ અને ઓટોમેટિક અપડેશન નેટવર્કથી તેમાં કામ થશે. સૌથી મહત્વનું એ છે કે નવા મોબાઈલ સ્માર્ટ ટાવર ઓટો-કનેકટેડ મોડ પર રહેશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments