HomeAllગરબાની સાથે દેશભક્તિનો રંગઃ પાટીદાર નવરાત્રિના બીજા નોરતે વધુ બે શહીદ પરિવારોને...

ગરબાની સાથે દેશભક્તિનો રંગઃ પાટીદાર નવરાત્રિના બીજા નોરતે વધુ બે શહીદ પરિવારોને રૂ. 2 લાખની સહાય અર્પણ

મોરબી: તા. 14/10/2026: રવાપર-ઘુનડા રોડ પર અજય લોરિયા દ્વારા સંચાલિત ‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ આયોજિત પાટીદાર નવરાત્રિ મહોત્સવ-2026માં નવરાત્રિના બીજા નોરતે પણ દેશભક્તિ અને સેવાભાવનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. દેશની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનારા વીર જવાનોના પરિવારોને સન્માનિત કરી આર્થિક સહાય અર્પણ કરવાની પરંપરાને આગળ વધારવામાં આવી હતી.

મહોત્સવના બીજા દિવસે લોકસમ્રાટ સાગરદાન ગઢવી, વૈભવી શાહ ત્રિવેદી, કરણ બારોટ, રૂપાલી જાંબુચા અને આશા કારેલીયાના હસ્તે હિમાચલ પ્રદેશના શહીદ જવાન અક્ષય કુમાર તથા જમ્મુ-કાશ્મીરના શહીદ જવાન ભુપેન્દ્રસિંઘના પરિવારોને રૂ. 1-1 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આમ, બંને શહીદ પરિવારોને કુલ રૂ. 2 લાખની આર્થિક સહાય આપીને તેમના બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.

નવ દિવસ સુધી શહીદ પરિવારોને સન્માનિત કરવાનો સંકલ્પ

પાટીદાર નવરાત્રિ મહોત્સવના આયોજકો દ્વારા નવરાત્રિના સતત નવ દિવસ સુધી દરરોજ શહીદ જવાનોના પરિવારોને આમંત્રિત કરી સન્માનિત કરવાની સાથે પ્રત્યેક પરિવારને રૂ. 1 લાખની આર્થિક સહાય અર્પણ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ પહેલ દ્વારા નવરાત્રિના ઉત્સવને માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક ઉજવણી પૂરતો મર્યાદિત ન રાખતાં તેમાં રાષ્ટ્રપ્રેમ, શહીદો પ્રત્યે કૃતજ્ઞતા અને સામાજિક જવાબદારીની ભાવનાનો ઉમેરો કરવામાં આવ્યો છે.

ગરબાના તાલ સાથે દેશભક્તિ અને સેવાભાવનો સંદેશ આપતો પાટીદાર નવરાત્રિ મહોત્સવ સમાજમાં શહીદ પરિવારો પ્રત્યે સન્માન, સંવેદના અને સહયોગની ભાવનાને વધુ મજબૂત બનાવી રહ્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments