
મોરબી: તારીખ.17 મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ છેલ્લા ઘણા સમયથી ઉંમરના કારણે તેમજ બીમારીના લીધે સારવાર હેઠળ હતા અને તેઓનું બોમ્બે ખાતે તેમના નિવાસસ્થાને નિધન થયું છે તેઓએ મોરબી ઉપર જ્યારે જ્યારે પણ કોઈપણ પ્રકારની આફત કેનમુશ્કેલી આવી પડી હતી.ત્યારે હર હંમેશ મોરબીવાસીઓ માટે પોતાના ધનકુબેરના ભંડાર ખુલા મુક્યા હતા અને હર હંમેશ મોરબીના લોકોને મદદ કરી છે જેથી આજે ન માત્ર મોરબીના રાજવી પરિવાર પરંતુ સમગ્ર મોરબી પંથકને કદી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી.બોમ્બેમાં નેપેન્સી રોડ ઉપર આવેલ બેન નિવાસ ખાતે રહેતા મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ છેલ્લા ઘણા સમયથી બીમારી અને ઉંમર અવસ્થાના કારણે સારવાર હેઠળ હતા દરમિયાન ગઈકાલે રાત્રે 11 વારસાન વાગ્યાના અરસામાં બોમ્બે ખાતે તેઓનું 97 વર્ષની ઉંમરે નિધન થયું છે વધુમાં મળતી વિગત પ્રમાણે ધંધુકા પાસે આવેલ રંગપર ગામના રાજવી પરિવારના તેઓ દીકરી હતા અને મોરબીના મહારાજા મહેન્દ્રસિંહજીના પત્ની તેમજ મયુરધ્વજસિંહના માતા હતા તેઓને મોરબીની જનતા પ્રત્યે અપાર પ્રેમ અને લાગણી હતી

વર્ષ 1979 મા જયારે મચ્છુ-2 ડેમ 2001 માં ભૂકંપ 2022 મચ્છુ નદી પુલ દુર્ઘટના સમયે વર્ષ 1979 માં જ્યારે મચ્છ 2 ડેમ તૂટ્યો હતો અને મોરબી હતું ન હતું થઈ ગયું હતું ત્યારે રાજમાતા વિજય કુંવરબા સાહેબે હાલમાં જે શાંતિ ભવન નામનું બિલ્ડીંગ ન્યુ પેલેસ પાસે આવેલું છે ત્યાં કેમ્પ ખોલ્યો હતો અને ત્યાંથી લોકોને રાશનની વસ્તુઓની કીટ, ઘર વખરીની સાધન સામગ્રી અને કપડાં વગેરે આપીને મદદ કરી હતી આવી જ રીતે વર્ષ 2001 માં આવેલા ગોઝારા ભૂકંપમાં મોરબીના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બહુ મોટા પ્રમાણમાં મિલકતો જમીન દોસ્ત થઈ હતી અને તે સમયે રવાપર નદી, કેરાળા (હ) વિગેરે જેવા પાંચ ગામોનું બાંધકામ મોરબીના રાજવી પરિવાર દ્વારા કરી આપવામાં આવ્યું હતું.આટલું જ નહીં પરંતુ ઇજાગ્રસ્ત લોકોને દવા અને લોકોને જીવન નિર્વાહ માટે રાશનની વસ્તુઓ પણ તે સમયે આપવામાં આવી હતી.રાજમાતાએ સહાય કરી હતી. જ્યારે જ્યારે પણ આફત કે સંકટ આવ્યું છે ત્યારે મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ દ્વારા મોરબીના તમામ લોકોને થઈ શકે તેટલી તમામ મદદો તાત્કાલિક પહોંચાડવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને આ કામગીરીને મોરબીના લોકો ક્યારેય પણ ભૂલી શકશે નહીં .

વધુમાં મળતી વિગત પ્રમાણે આવતીકાલે સવારે 7:30 વાગ્યાથી 10:00 વાગ્યા સુધી મોરબીના ન્યુ પેલેસ ખાતે રાજમાતા વિજય કુંવરબા સાહેબના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે ત્યારબાદ તેઓની ન્યુ પેલેસ ખાતેથી અંતિમયાત્રા નીકળશે ધોળેશ્વર સ્મશાન ખાતે રાજવી પરિવારના સમાધિ સ્થળ સુધી પહોંચશે અને ત્યાં રાજમાતાના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવશે

























