HomeAllમોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74...

મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ

મોરબી મોરબીના જેતપર રોડ સિરામિક કારખાનામાંથી મુંબઈના શખ્સે મોબાઈલ ફોનથી 7,865 અલગ અલગ પ્રકારની ટાઇલ્સના બોક્સનો ઓર્ડર આપ્યો હતો અને તેના પેમેન્ટની ચુકવણી માટે 45 દિવસની ક્રેડિટ મેળવી હતી જો કે, ફરિયાદીએ ઓર્ડર મુજબ ટાઇલ્સનો જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે મોકલાવી આપ્યું હતો ત્યારબાદ માલ મંગાવનારા શખ્સનો મોબાઇલ બંધ થઈ ગયો છે જેથી કારખાનેદારની સાથે 44.74 લાખ રૂપિયાના બિલની ઠગાઇ કરવામાં આવી હોય હાલમાં કારખાનેદાર દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરાઈ છે. મોરબીના લીલાપર ગામે રામજી મંદિરની પાછળના ભાગમાં રહેતા ભરતભાઈ પ્રાગજીભાઈ છત્રોલા (38)એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રજનીકાંત પોપટભાઈ ખોખર રહે. મુંબઈ સામે ઠગાઇની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે. ગત તા. 27/4/ થી 16/10/ સુધીના સમયગાળા દરમિયાન ફરિયાદીનું જેતપર રોડે વેલેંજા ગ્રેનેટો એલએલપી નામનું કારખાનું આવેલું છે .

તેની સાથે આરોપીએ ઠગાઈ કરવાના ઇરાદે મોબાઈલ ફોનથી અલગ અલગ પ્રકારના ટાઇલ્સના 7,865 બોક્સનો ઓર્ડર આપ્યો હતો અને તે ઓર્ડરનું પેમેન્ટ આપવા માટે 45 દિવસની ક્રેડિટ મેળવી હતી જેથી કારખાનેદારે ઓર્ડર મુજબનો ટાઇલ્સનો માલ રાજશક્તિ ટ્રાન્સપોર્ટ મારફતે અલગ અલગ પાંચ ગાડીઓમાં માલ ભરીને આરોપીને મોકલાવી આપ્યો હતો.જો કે, માલ પહોચી ગયા બાદ આરોપી દ્વારા ફોન નંબર બંધ કરી દેવામાં આવ્યો છે અને કારખાનેદારને 7865 બોક્સ ટાઇલ્સનું કુલ પેમેન્ટ 44,74,985 રૂપિયા ચૂકવવામાં આવ્યો નથી તેઓની સાથે ઠગાઈ થતા હાલમાં કારખાનેદાર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે મુંબઈના શખ્સ સામે ઠગાઇનો ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments