HomeAllગુજરાત સહિતના 12 રાજયોમાં 60000 લોકોની મજબૂત સિવિલ ડિફેન્સ ફોર્સ તૈયાર કરાશે

ગુજરાત સહિતના 12 રાજયોમાં 60000 લોકોની મજબૂત સિવિલ ડિફેન્સ ફોર્સ તૈયાર કરાશે

નવી: દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હવે ગુજરાત સહિત 12 રાજયો તથા કેન્દ્ર શાસીત પ્રદેશમાં સીવીલ ડીફેન્સ ફોર્સ ઉભી કરવા નિર્ણય લીધા છે. જેમાં 60000 લોકોને સામેલ કરાશે. આ એક લશ્કરી જેવી તાલીમ હશે અને તે સ્થાનિક નાગરિક સામાજીક સુરક્ષાની ભૂમિકા ભજવશે. આ પ્રકારનો એક પાઈલોટ પ્રોજેકટ તયાર કરાયા છે. જે બાદમાં દેશભરમાં અમલી બનાવાશે.

પ્રથમ તબકકામાં તેમાં પસંદ થતા નાગરિકોને ત્રણ દિવસની તાલીમ અપાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિન ભાષણમાં દેશમાં અતિ આધુનિક સાધનો સાથે તથા ટેકનોલોજી જાણકાર અને કટોકટીના સમયે પરીસ્થિતિ સંભાળી શકે તેવી મજબૂત સિવિલ ડીફેન્સ ફોર્સ રચવાની જાહેરાત કરી હતી. આ પ્રકારની ફોજને સૈન્ય દ્વારા પણ તાલીમ અપાશે. આ માટે ડાયરેકટર જનરલ ફાયર સર્વિસ સિવિલ ડીફેન્સ તથા હોમગાર્ડ અને ગૃહમંત્રાલય સંયુક્ત રીતે કામ કરશે. આ માટે દરેક રાજયમાં 50 માસ્ટર ટ્રેનર 600 લોકોને તાલીમ આપશે.

નવે. બીજા સપ્તાહથી તે શરૂ થઈ જશે. જે રાજયોમાં આ પ્રકારે સિવિલ ડીફેન્સ નેટવર્ક તૈયાર થશે. તેમાં ગુજરાત ઉપરાંત જમ્મુ-કાશ્મીર-પંજાબ-રાજસ્થાન-દિલ્હી-મેઘાલય, સિકકીમ, આસામ, ઉતરપ્રદેશ, કેરળ, કર્ણાટક અને તામિલનાડુનો સમાવેશ કરાયો છે. આ દળોને કોઈ અણધારી ધમકી, રક્ષણ અને તુર્તજ પ્રતિભાવ આપી શકે તે નિશ્ચિત કરાશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments