HomeAllમોરબીના BAPS મંદિરમાં અક્ષરપુરૂષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓમાં મહંતસ્વામી મહારાજે પ્રાણ પ્રતિષ્ઠા...

મોરબીના BAPS મંદિરમાં અક્ષરપુરૂષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓમાં મહંતસ્વામી મહારાજે પ્રાણ પ્રતિષ્ઠા કરી

આ ઉપરાંત પ્રેમવતી, ગેસ્ટ હાઉસ, બાળ-યુવા પ્રવૃત્તિના કેન્દ્રો પણ શરૂ કરાયા છે. મોરબીમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં મંદિરની અંદર મૂકવામાં આવેલ તમામ 17 મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યાર બાદ ભગવાનના દર્શન કરવા માટે આવેલા હરિભક્તો સહિતના ભાવવિભોર થઈ ગયા હતા અને આજે જે મંદિર લોકો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે તેનો હજારો વર્ષો સુધી મોરબી તેમજ સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં હરિભક્તો તેમજ દેશ વિદેશના હરિભક્તોને દર્શન અને પૂજનનો લાભ મળશે. આટલું જ નહીં બાળકોમાં સારા સંસ્કાર, યુવાનો વ્યસન મુક્ત અને સારા સમાજની રચના થાય તેના માટેના કાર્યક્રમો હવે આગામી દિવસોમાં મંદિરના મધ્યમથી કરવામાં આવશે.

◘ મોરબીમાં ઠાકોરજીની અદભૂત અને અવિસ્મરણીય શોભાયાત્રા યોજાઇ : (જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.26 મોરબીમાં નવનિર્મિત બી. એ. પી. એસ. સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન શનિવારે રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટથી લઈને મંદિર સુધીની ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી.

જેમાં રાજય મંત્રી, ધારાસભ્ય સહિતના અનેક રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા તેમજ સિરામિક એસો. અને વિવિધ સંગઠનો તથા જ્ઞાતિ સમાજ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બી. એ. પી.

એસ. સ્વામિનારાયણ સંપ્રદાયના મહંતસ્વામી મહારાજની હાજરીમાં મોરબીમાં મચ્છુ નદીના કાંઠે નવનિર્મિત બી. એ. પી. એસ.

સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હતો દરમ્યાન શનિવારે મોરબીમાં જે ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે તેમાં સ્વામિનારાયણ ભગવાન સહિત કુલ 17 મૂર્તિઓને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. જો કે, પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતેથી ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મંદિરમાં મૂકવામાં આવનાર 17 મૂર્તિઓને જુદાજુદા ફ્લોટ્સ સાથે રાખવામા આવી હતી અને આ શોભાયાત્રાનું પ્રસ્ થાન કરવામાં આવ્યું હતું. ત્યારે રાજયના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી સિરામિક એસો.

ના પ્રમુખ સંદીપભાઈ કુંડારિયા, અજયભાઇ મારવાણિયા અને નરેન્દ્રભાઈ સંઘાત સહિતના ઉદ્યોગાકારો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. ખાસ કરીને ભારતના જુદાજુદા રાજયોની સંસ્કૃતિને ઉજાગર કરે તેવી કૃતિઓ તથા વિવિધ ફ્લોટ્સ આ શોભાયાત્રામાં રાખવામા આવ્યા હતા. આટલું જ નહીં અંદાજે 350 કરતાં વધુ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સહિત હજારો લોકો શોભાયાત્રામાં જોડાયા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments