HomeAllગઈ ધનતેરસે કેટલો હતો સોનાનો ભાવ? જેમણે ખરીદ્યું હશે તેમને અત્યારે કેટલો...

ગઈ ધનતેરસે કેટલો હતો સોનાનો ભાવ? જેમણે ખરીદ્યું હશે તેમને અત્યારે કેટલો નફો થઈ રહ્યો છે?

તહેવારોની: સિઝન શરૂ થઈ ચૂકી છે. આવતીકાલે એટલે કે શુક્રવારે ધનતેરસનો તહેવાર મનાવવામાં આવશે. ધનતેરસના દિવસે સોના-ચાંદી જેવી કિંમતી ધાતૂ ખરીદવાની વર્ષો જૂની પરંપરા છે. શુભ મુહૂર્તમાં દાગીના અને સિક્કા ખરીદવાની આ પ્રથાને માત્ર શ્રદ્ધાનું પ્રતીક જ નહીં, પરંતુ બચત અને રોકાણના મજબૂત આધાર તરીકે પણ જોવામાં આવે છે. જોકે, તાજેતરના મહિનાઓમાં સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, આમ છતાં જેમણે ગયા વર્ષે તહેવાર દરમિયાન સોનું ખરીદ્યું હતું, તેઓ હજુ પણ નફામાં છે.

દેશની રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટ (સરાફા બજાર)માં 5 નવેમ્બર 2026ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે ₹1,45,650 નોંધાયો હતો, જ્યારે 22 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ આશરે ₹1,34,163ના ભાવે વેચાઈ રહ્યું હતું. આ દરોમાં GST કે ઘડામણ ખર્ચ (making charges)નો સમાવેશ થતો નથી. બીજી તરફ, ઓક્ટોબર 2025માં ધનતેરસ દરમિયાન 24-કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ આશરે ₹1,32,278ના ભાવે વેચાઈ રહ્યું હતું. આ મુજબ, ગયા વર્ષના તહેવારના સમયગાળાની સરખામણીમાં હાલના ભાવ લગભગ 9થી 10 ટકા વધારે છે. બરાબર એક વર્ષ પહેલાં ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,23,085 હતો, જેનો અર્થ છે કે 12 મહિનાના સમયગાળામાં રોકાણકારોને આશરે 14.85થી 15 ટકા જેટલું રિટર્ન મળ્યું છે.

આ વર્ષે સોનાના ભાવમાં ભારે વધ-ઘટ જોવા મળી છે. જાન્યુઆરી 2026ના છેલ્લા અઠવાડિયામાં સોનું લગભગ 1.83 લાખ રૂપિયા 10 ગ્રામના રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગયુ હતું. જોકે, આ લેવલે પહોંચ્યા બાદ સોનાના ભાવમાં 18થી 20 ટકા સુધીનો મોટો ઘટાડો (correction) જોવા મળ્યો છે. આટલો ઘટાડો થયો હોવા છતાં લાંબા ગાળાના રોકાણકારોને નુકસાન થયું નથી. વર્તમાન ભાવ ગયા વર્ષ કરતા ઊંચા જ છે.

નોંધનીય છે કે, સોનાના ભાવ ઊંચા હોવા છતાં સંસ્થાકીય રોકાણકારો (ઈન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ) સોનામાં તેમનું રોકાણ વધારી રહ્યા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના આંકડા અનુસાર, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન વિશ્વભરની સેન્ટ્રલ બેંકોએ 321 ટન સોનાની ચોખ્ખી ખરીદી કરી હતી, જે વાર્ષિક ધોરણે 42%નો રેકોર્ડ ઉછાળો છે. આ જ સમયગાળા દરમિયાન ગોલ્ડ ETFs (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ)માં પણ 211 ટન સોનાનું રોકાણ નોંધાયું હતું.

Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણને લગતી જાણકારી એક્સપર્ટના અંગત મત રજૂ કરે છે. આ ન્યૂઝ કે તેનું મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. કોઈપણ નિર્ણય લેતા પહેલા તમારા નાણાકીય એડવાઈઝરની સલાહ જરૂર લેવી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments