રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ નિમિત્તે ‘ગ્રંથાલય ભારતી’ દ્વારા રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધાનું આયોજન

વિદ્યાર્થીઓથી લઈને ગ્રંથાલયના કર્મચારીઓ સુધી ચાર વિભાગોમાં યોજાશે સ્પર્ધા, વિજેતાઓને સ્મૃતિચિહ્ન અને પ્રમાણપત્રથી કરાશે સન્માનિત

રાજકોટ: રાષ્ટ્રીય સંસ્થા ‘ગ્રંથાલય ભારતી’ દ્વારા રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં માધ્યમિક શાળા, મહાવિદ્યાલય, મુક્ત વિભાગ તેમજ ગ્રંથાલય વ્યવસ્થાના કર્મચારીઓ એમ કુલ ચાર વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વર્તમાન સમયમાં ગ્રંથાલયોમાં લેખન અને વાંચન અભિરુચિના સંવર્ધન તેમજ સંવર્ધન દ્વારા તંદુરસ્ત વાંચન સંસ્કૃતિના વિકાસના ઉદ્દેશ્ય સાથે આ સ્પર્ધાનું આયોજન કરાયું છે. સ્પર્ધામાં દરેક વિભાગ માટે અલગ-અલગ વિષયો નક્કી કરવામાં આવ્યા છે.

નિબંધ સ્પર્ધાના ચાર વિભાગ અને વિષયો: વિભાગ-૧: માધ્યમિક શાળા વિભાગ (આશરે ૮૦૦ શબ્દોમાં નિબંધ લખવાનો રહેશે)

૧. સૌર ઊર્જા એક અનિવાર્ય આવશ્યકતા

૨. મોબાઇલની બાળકીમાં દુષ્પ્રભાવ

૩. શિષ્ટ વાંચન: સમાજ પરિવર્તનની પ્રેરક શક્તિ

વિભાગ-૨: મહાવિદ્યાલય / કોલેજ વિભાગ (આશરે ૧૨૦૦ શબ્દોમાં નિબંધ લખવાનો રહેશે)

૧. શિક્ષણ: સમાજ ઘડતરનું સાધન

૨. રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓની આર્થિક સહભાગિતા

૩. નૈતિક મૂલ્યો આધારિત જીવન: વર્તમાન સમયની અનિવાર્ય જરૂરિયાત

વિભાગ-૩: મુક્ત વિભાગ (આશરે ૧૫૦૦ શબ્દોમાં નિબંધ લખવાનો રહેશે)

૧. સામાજિક સમસ્યાના નિર્માણમાં પરિવારની ભૂમિકા

૨. ભારતમાં વૈચારિક નક્સલવાદ: સ્વરૂપ અને પડકારો

૩. વ્યવસાય ક્ષેત્રે મહિલાઓ: સંઘર્ષ અને સફળતા

વિભાગ-૪: ગ્રંથાલય વ્યવસ્થા કર્મચારી વિભાગ (આશરે ૧૪૦૦ શબ્દોમાં નિબંધ લખવાનો રહેશે)

૧. ભારતીય ગ્રંથાલયમાં ઓપન સોર્સ સોફ્ટવેરનું મહત્ત્વ

૨. શૈક્ષણિક ગ્રંથાલયોના આધુનિકીકરણમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીની ભૂમિકા

૩. સમાજ પરિવર્તન અને લોક જાગૃતિમાં ગ્રંથાલયનું યોગદાન

સ્પર્ધાના સામાન્ય નિયમો: – દરેક વિભાગમાં દર્શાવેલા વિષયોમાંથી કોઈ એક વિષય પર ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષામાં સ્વરચિત મૌલિક નિબંધ લખવાનો રહેશે.

– નિબંધ કાગળની એક જ બાજુએ લખવાનો રહેશે. નિબંધના પ્રથમ પાના ઉપર સ્પર્ધકનું પૂરું નામ, સરનામું, પિનકોડ, મોબાઇલ નંબર, અભ્યાસ વર્ષ અને સંસ્થાનું નામ લખવાનું રહેશે.

– નિબંધ સાદી ટપાલ, કુરિયરથી અથવા વ્યક્તિગત રીતે મોકલી શકાશે.

– નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે. દરેક વિભાગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને સ્મૃતિચિહ્ન અને પ્રમાણપત્ર આપવામાં આવશે. અન્ય સ્પર્ધકોને પણ પ્રમાણપત્ર આપી અભિવાદન કરવામાં આવશે.

– નિબંધ મોકલવાની છેલ્લી તારીખ ૧૫ ડિસેમ્બર, ૨૦૨૬ છે. ત્યારબાદ મળેલા નિબંધો સ્વીકારવામાં આવશે નહીં.

નિબંધ મોકલવાનું સરનામું: શ્રી દિલીપભાઈ જે. ભટ્ટ, ‘સિદ્ધિ વિનાયક ’, શાંતિનિકેતન પાર્ક-૧, શેરી નં. ૩, ICAI ભવનની સામેની સોસાયટી, રૈયા રોડ, રાજકોટ-360007

વધુ વિગતો અને સ્પર્ધામાં ભાગ લેવા માટે શ્રી ધવલભાઈ જોષી (મો. નં. 97250 54111) તથા શ્રી હિતેશભાઈ ત્રિવેદી (મો. નં. 94282 74414) નો સંપર્ક કરવા જણાવાયું છે.