HomeAll400 કરોડના ખર્ચે રાજયના ચાર મહાનગરોમાં જૈન સમાજની દીકરીઓ માટે શાળા તૈયાર...

400 કરોડના ખર્ચે રાજયના ચાર મહાનગરોમાં જૈન સમાજની દીકરીઓ માટે શાળા તૈયાર કરાશે

સમાજે આપેલા શિક્ષણનું ઋણ સમાજને પરત કરવાની અનૌખી પહેલ રૂપે ત્યાગ ગ્રુપના 20 પૂર્વ વિદ્યાર્થીએ રૂ. 400 કરોડના ખર્ચે 4 મહાનગર, વડોદરા, સુરત, રાજકોટ અનેમહેસાણામાં જૈનવિદ્યાર્થિનીઓ માટે આધુનિક સ્કૂલ નિર્માણનો સંકલ્પ કર્યો છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની પ્રથમ કડીરૂપે વડોદરામાં સ્કૂલનું ભૂમિપૂજન કરાયું છે. 4 વર્ષમાં ચારેય સ્કૂલ કાર્યરત કરવાનો લક્ષ્યાંક છે.

પાલડીમાં જૈન સમાજ દ્વારા સ્થાપિત પ્રથમ જૈન સ્કૂલે હજારો વિદ્યાર્થીને શિક્ષણ આપ્યું હતું. તેજ વિચારને હવે વિસ્તૃત સ્વરૂપ આપતાં પૂર્વ વિદ્યાર્થીઓ સમાજને શિક્ષણનું ઋણ ચૂકવવાની નેમ સાથે આગળ આવ્યા છે. દરેક સ્કૂલમાં 800થી વધુ વિદ્યાર્થિનીને ને પ્રવેશ પ્રવેશ મળશે. મળશે. શિક્ષણ સાથે સંસ્કાર, વ્યક્તિત્વ વિકાસ અને આધુનિક સુવિધા પર ખાસ ભાર મુકાશે.

આયોજકો પ્રતીક વલાણી અનુસાર, દીકરી માત્ર એક પરિવાર નહીં, પરંતુ બે પરિવારનું ભાવિ થડે છે. તેથી સમાજની દીકરીઓને ગુણવત્તાયુક્ત સંસ્કારી શિક્ષણ પોતાની જ સંસ્થામાં મળે તે હેતુથી આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. શિક્ષણ ક્ષેત્રે સમાજના પૂર્વ વિદ્યાર્થીઓએ સમાજનું ઋણ ચૂકવતાં આ મોડેલ અન્ય સંસ્થા માટે પ્રેરણારૂપ બનશે.

તપોવનના વિદ્યાર્થીઓનું અભિયાન

ત્યાગ ગ્રુપના અગ્રણી યુગપ્રધાન આ.5.પૂ.પન્યાસ ચંદ્રશેખર વિજય મહારાજ સ્થાપિત તપોવન સંસ્કાર પીઠમાંથી ઘડાયેલા યુવાનોના ત્યાગુ ગ્રૂપે વાસણામાં રૂ.100 કરોડના ખર્ચે 1.5 લાખ ચોરસ ફૂટમાં તપોવન

વિદ્યાવિહાર ઊભું કર્યું છે. જ્યાં પ્રથમ વર્ષથી જ 700થી વધુને શિક્ષણ મળે છે. સંપૂર્ણ મહિલા સ્ટાફ અને રોબોટિક્સથી માંડી વેલનેસ સેન્ટર સુધીની આધુનિક સુવિધા કેમ્પસની વિશેષતા છે. હવે વડોદરામાં પણ આવા વિદ્યાવિહારનું નિર્માણ શરૂ થયું છે. ત્યાગ ગ્રૂપ ડોકલામ સમયે દેશસેવા માટે 500 યુવાનોની તૈયારી, નામિબિયામાં હાર્થીના સંરક્ષણ, ઓટીટી પર અશ્લીલ ક્ધટેન્ટ સામે અભિયાન કાર્યોમાં પણ સક્રિય રહ્યું છે.

સંસ્થાના પૂર્વવિદ્યાર્થીઓનું સમાજને ઋણ પરત
પોતે જે સંસ્થામાં ભણ્યા. તે જ શિક્ષણ પરંપરાને વધુ મજબૂત બનાવવા ત્યાગ ગ્રૂપના 20 પૂર્વે વિદ્યાર્થી એક્સાથે આવ્યા છે. વ્યક્તિગત સફળતાને સમાજના વિકાસ સાથે જોડવાનો આ પ્રયાસ શિક્ષણ ક્ષેત્રે અનોખું ઉદાહરણ આપ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments