

રેલ મંત્રાલયની કંપની ઈન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) તરફથી મોટી ખબર આવી છે. તેના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર (સીએમડી) સંજયકુમાર જૈને રાજીનામું આપી દીધુ છે અને તેમનું રાજીનામું સરકારે મંજુર પણ કરી લીધુ છે. તેઓ તા.20-7-2026 ના રોજ પોતાના પદથી મુકત થઈ જશે.

બીજી બાજુ રેલવે બોર્ડનાં બેડામાં એવી અફવાઓ ઉડી રહી છે કે સંજય જૈન પાસેથી જબરજસ્તીથી રાજીનામું માગી લેવાયું છે. આ ખબર ગત મહિનાથી ફેલાઈ હતી કે તેમને કંઈક એવુ કરવાનું કહેવામાં આવ્યું હતુંચ જે એમને સ્વીકાર્ય નહોતુ. ત્યારબાદ તેમણે રાજીનામું આપવું ઉચિત સમજયું. હવે ખબર છે કે તેમનું રાજીનામું સરકારે સ્વીકારી લીધુ છે.


























