

રાજ્યમાં ચોમાસુ ખેંચાતા સૌથી વધુ ચિંતામાં ગુજરાતના ખેડૂતો છે.. વરસાદ ન પડવાથી પાકને નુકસાન ન પહોંચે તે માટે ખેડૂતોને અપાતા વીજ પુરવઠાની મર્યાદા વધારાઈ છે. અગાઉ ખેડૂતોને રોજના 8 કલાક વીજ પુરવઠો અપાતો હતો, તેને વધારી હવે ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયને રાજ્ય કક્ષાના ઉર્જાપ્રધાન કૌશિક વેકરીયાએ આવકારી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતો વતી આભાર વ્યક્ત કર્યો. સાથે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રથમ અમરેલીમાંથી આ નિર્ણયના અમલની શરૂઆત કરાઈ છે.

કૌશિક વેકરીયાએ કહ્યુ હાલ વરસાદ ખેંચાયો છે તો ખેડૂતોને પિયત ની જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે દરેક વિસ્તારોમાંથી ખેડૂતોની માગ આવતી હતી કે વીજળી નો પૂરવઠો 8 કલાક થી વધારીને 10 કલાક કરો. ત્યારે CM એ ખેડૂતોની આ માગ પર વિચાર કરતા જે નિર્ણય લીધો છે તેનાથી ખેડૂતોને થોડી રાહત થશે.


























