HomeAllઆહારથી આરોગ્ય સુધીઃ ખરાબ પાણીની સમસ્યાથી બચાવે- નિર્મળી

આહારથી આરોગ્ય સુધીઃ ખરાબ પાણીની સમસ્યાથી બચાવે- નિર્મળી

ચોમાસા: કે વરસાદની ઋતુમાં પાણીની મુખ્ય સમસ્યાઓમાં રસ્તાઓમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યાના કારણે પીવાના પાણીની સમસ્યા પણ થઈ જાય છે. પાણી દૂષિત થઈ જાય છે જેને કારણે પીવાનું પાણી અશુદ્ધ થઈ જાય છે. વરસાદી પાણી ગટરોના પાણી તેમ જ બાહ્ય કચરા સાથે મિશ્રિત થતાં પાણીમાં બેકટેરિયા અને ગંદકીના કારણે ઘણીય સ્વાસ્થ્ય સમસ્યા થાય છે. હાલના સમયમાં વરસાદ વધુ હોવાના કારણે પાણી મોટી માત્રામાં ભરાઈ ગયા હોવાથી સમસ્યા વધી છે. મલેરિયા, ડેન્ગ્યૂ, ઝાડા-ઊલટી, ટાઈફોઈડ, કમળો, ગેસ, ચામડીના રોગો થવાની શક્યતા વધી જાય છે.

વરસાદી પાણી તો શુદ્ધ જ હોય છે, પણ ગટર અને બાહ્ય કચરાને કારણે તે દૂષિત થાય છે ત્યારે ઘરના પીવાના પાણી મટમેલા થઈ જાય છે. ગંદકીનું પ્રમાણ થોડું પણ હોય તો શરીરમાં પણ તકલીફો થાય છે. પણ કુદરત આપણી પર મહેરબાન છે. ખરાબ પાણીને સાફ કરવા માટે કુદરતે વ્યવસ્થા કરી છે જે લગભગ આખા ભારતમાં મળે છે. આ છે નિર્મલી વૃક્ષ.

નિર્મલી વૃક્ષ પર સોપારી જેવા ફળ આવે છે તેને કલીઅરિંગ નટ્સ પણ કહે છે. અલગ અલગ ભાષામાં આના અલગ અલગ નામ છે. સંસ્કૃતમાં પય પ્રસાદી, અમ્બુ પ્રસાદી, ચક્ષુષ્યા નિર્મલી, કતક એવા નામથી ઓળખાય છે. અંગ્રેજીમાં વોટર ફિલ્ટર ટ્રી કે કલીયરિંગ નટ ટ્રી કહેવાય છે. આમ તો લગભગ બધી જ ભાષામાં નિર્મલી નામ જ છે.

આયુર્વેદમાં પ્રાચીન ગ્રંથોમાં આની જાણકારી ખૂબ મોટે પાયે છે. એટલે કે વિસ્તૃત રીતે માહિતી વર્ણવામાં આવી છે. પહેલાના સમયમાં જ્યારે વોટર ફિલ્ટર જેવાં સાધનો નહોતાં ત્યારે આ નિર્મલીનો ઉપયોગ કરીને પાણી શુદ્ધ કરવામાં આવતું. આના બીજને ઘસીને થોડી પેસ્ટ પાણીમાં નાખવાથી બધી જ ગંદકી નીચે બેસી જાય છે અને પાણી એકદમ ક્રીસ્ટલ ક્લીયર થઈ જાય છે. પાણી નિર્મલ એટલ સ્વચ્છ થઈ જવાને કારણે આનું નામ નિર્મલી છે.

વિદેશોમાં પણ પ્રખ્યાત છે. ફક્ત પાણીને શુદ્ધ કરે છે. આની મેડીસીન પ્રોપર્ટી ઘણાંય રોગોથી બચાવે છે અને થયા હોય તો દૂર કરે છે. આ આંખ માટે રામબાણ છે તેથી તેને ચક્ષુષ્યા પણ કહે છે. શરીરની અંદર અશુદ્ધતાના કારણે ઘણાંય રોગો થાય છે.

આ નિર્મલીના ઉપયોગથી ઘણાય રોગો પર કાબૂ મેળવી શકાય છે. ઘણીય પારંપારિક ચિકિત્સામાં આનો ઉપયોગ થાય છે. સહજ રીતે ઉપલબ્ધ છે. જાણકારી ન હોવાને કારણે આપણે આના લાભથી વંચિત રહીએ છીએ. દક્ષિણ ભારતમાં આનો ઉપયોગ મોટે પાયે થાય છે.

આનો સ્વાદ મધુર છે. આ ઉચ્ચ દરજજાની વનસ્પતિ છે. આ નિર્મલીમાં સમાયેલા તત્ત્વ શરીરને ઘણીય બીમારીથી બચાવે છે. શરીરની ક્ષમતાને મજબૂત બનાવે છે. એસિટાઈ કોલીન – માંસપેશીઓની કમજોરીથી બચાવે, હૃદયની માંસપેશીને મજબૂત બનાવે, આંખના મસલ્સને પાવરફૂલ બનાવે, વ્યસની વ્યક્તિઓ જે કેફેન, નીકોટીનનું સેવન કરે છે તેની માટે એન્ટીબોડી બનાવી તેને વ્યસનથી મુક્ત થવામાં બહુ જ મોટી સહાય કરે છે.

આઈસોમોટિઓલ એસિડ – ઝાડા-ઊલટી, સ્ટમકના ક્રેમ્પસ, પેટના દુખાવા તેમજ શરીરમાં ગયેલા પેસ્ટ્રીસાઈને મારી નાખે છે અને દુખાવા દૂર કરે છે. ડાયબોલીન એસિડ – ડાયાબિટીસની વ્યાધિઓ મૂળથી કાઢવા માટે રામબાણ છે. સુગર પર વિજય અપાવે છે. બ્રુસીન એસિડ – ડાયજેશન વધારે છે. ઈમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવે છે.

ઈકાજિન – ચામડીના રોગથી બચાવે છે. નોવાસીન – સ્ટમકની વ્યાધિ, યુરિન ઈન્ફેકશન, લોહીના બગાડથી બચાવે છે. સ્ટિગ્મા સ્ટ્રેલોરથી અસ્થમા અને ઓસ્ટ્રીઆર્થરાઈટીસ પર કાબૂ મેળવી શકાય. ક્રેમ્પેસ્ટ્રીરોલથી ખરાબ કોલેસ્ટ્રોલ, હ્યુમનગટ, કાર્ટીલેજને રિપેર કરે છે. આ નિર્મલી બહુ જ ગુણકારી છે.

આમાં રહેલાં તત્ત્વો ઉપર વર્ણવેલ તકલીફોથી બચાવે છે. અલ્સર અને આંતરડાનો સોજા દૂર કરે છે. એન્ટી ઓક્સિડેન્ટ હોવાને કારણે લીવરનું ફેટીપણું દૂર કરે છે. સાંધાને સોજા મુક્ત બનાવે છે. તાવ, મલેરિયા, ટાઈફોઇડથી મુક્ત કરે છે.

આના ઉપયોગથી આ ચોમાસાની ઋતુમાં પાણીથી થતી બધી જ બીમારી, તેમ જ અન્ય બીમારીઓ થી બચવા માટે આનો ઉપયોગ કરવો. આ બહુમુખી વૃક્ષ એ ઔષધિય ગુણનો ભંડાર છે. તેની સંરચનામાં આવેલ ઘણાંય પ્રકારના યોગિક કે તત્ત્વોનો અનોખો સ્રોત છે. આ નાનકડો બીજ મોટી વ્યાધિઓ દૂર કરવા માટે સક્ષમ છે. આપણા ઋષિઓની આ મહાન ભેટ છે તેમ જ કુદરતની સમસ્યાઓને દૂર કરવા કુદરતે આપેલી આ ભેટનો ઉપયોગ આપણી માટે વરદાન છે. સાભાર : ડૉ. હર્ષા છાડવા

RELATED ARTICLES

Most Popular

Recent Comments