ભારે વરસાદથી મુંબઈ ડિવિઝનની રેલ્વે લાઈનની કિનારીની માટી ધોવાઈ જતાં ત્રણ ટ્રેનો વલસાડ, નવસારી, સુરત સુધી દોડાવાઈ

રાજકોટ: મહારાષ્ટ્રમાં ભારે વરસાદનાં કારણે મુંબઈ રેલ્વે ડિવિઝનની રેલ્વે લાઈનનાં કિનારાની માટીધસી પડતા અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. અમદાવાદથી મુંબઈ જતી બે ટ્રેનો અને ભૂજથી દાદર જતી એક સહિત ત્રણ ટ્રેનો પ્રભાવિત થઈ છે.

આ ત્રણેય ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.

મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના ઉદવાડા અને પારડી વચ્ચે ભારે વરસાદથી રેલ્વે લાઈનના કિનારાની માટી ધસી પડતા અમદાવાદથી મુંબઈ જતી બે ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી.

જેમાં ટ્રેન નં.12934 અમદાવાદ-બાંદ્રા કર્ણાવતી એકસપ્રેસને વલસાડ સુધી ટ્રેન નં.12932 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એકસપ્રેસ ટ્રેનને નવસારી સુધી અને ટ્રેન નં.20908 ભુજ-દાદર સયાજીનગરી એકસપ્રેસ ટ્રેનને સુરત સુધી દોડાવવામાં આવી હતી.

ભારે વરસાદનાં કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રેન વ્યવહાર પ્રભાવીત થયો હતો જેના કારણે મુસાફરોને પરેશાની વેઠવી પડી હતી.

રેલ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ ચાલી રહ્યું છે. પુનઃ ટ્રેન વ્યવહાર વહેલી તકે શરૂ થાય તેવી ધારણા છે.



















