HomeAllઅંજારમાં હાર્મની એવોર્ડ્સ-2026માં રવાપરની દીકરી ધારા બારમેડાનું સન્માન

અંજારમાં હાર્મની એવોર્ડ્સ-2026માં રવાપરની દીકરી ધારા બારમેડાનું સન્માન

તાજેતરમાં હાર્મની આર્ટ્સ એન્ડ કલ્ચરલ સંસ્થા દ્વારા અંજાર હોલ ખાતે હાર્મની એવોર્ડ્સ-2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સામાજિક, શૈક્ષણિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક સહિતના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મૂળ રવાપર (કચ્છ) ગામના અને હાલ પોરબંદરની સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ધારા રવજીભાઈ બારમેડા (માતા : જશોદાબેન બારમેડા)ને વિવિધ ક્ષેત્રોમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ બદલ પ્રોત્સાહન ઇનામ સ્વરૂપે ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું આયોજન સંજયભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂજાબેન ગઢવી, રમેશભાઈ ભટ્ટ, નારાયણભાઈ, મહેન્દ્રભાઈ તેમજ સમગ્ર સંચાલક ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

કાર્યક્રમના સૂત્રસંચાલનનો કારભાર વિરાજબેન દેસાઈએ સફળતાપૂર્વક સંભાળ્યો હતો. હાર્મની એવોર્ડ્સ-2026માં મળેલા આ સન્માન બદલ ધારા બારમેડા તથા તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments