
મોરબી: 28-11-2026: દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસની ખરીદી અને વેચાણની કામગીરી ફરી વેગવંતી બની છે. વેકેશન બાદના 12 દિવસ દરમિયાન યાર્ડમાં કુલ 26,980 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ છે. ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો કપાસ વેચાણ માટે યાર્ડમાં લાવી રહ્યા છે, જેના કારણે કપાસના વેપારમાં ફરી તેજી જોવા મળી રહી છે.

આ સમયગાળા દરમિયાન કપાસની દૈનિક આવકમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. શરૂઆતના દિવસોમાં બે હજાર ક્વિન્ટલથી વધુ કપાસની આવક નોંધાઈ હતી. ત્યારબાદ કેટલાક દિવસોમાં આવકમાં ઘટાડો થયો હતો, પરંતુ છેલ્લા દિવસોમાં ફરી આવકમાં વધારો નોંધાયો હતો. 28 નવેમ્બરના રોજ 2,960 ક્વિન્ટલ કપાસની આવક સાથે સૌથી વધુ દૈનિક આવક નોંધાઈ હતી.

કપાસના બજારભાવની વાત કરીએ તો 20 કિલોના ભાવમાં પણ સતત વધઘટ જોવા મળી હતી. 18 નવેમ્બરથી 28 નવેમ્બર દરમિયાન કપાસના ભાવ રૂ. 2,024થી રૂ. 2,699 સુધી નોંધાયા હતા. ભાવની દૃષ્ટિએ 27 નવેમ્બરના રોજ 20 કિલો કપાસનો સૌથી ઊંચો રૂ. 2,699નો ભાવ નોંધાયો હતો. જ્યારે સૌથી નીચો ભાવ રૂ. 2,024 રહ્યો હતો.

દિવાળી વેકેશન બાદ મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસની નોંધપાત્ર આવક અને બજારમાં મળી રહેલા ભાવને ધ્યાનમાં રાખીને ખેડૂતોની નજર હવે આગામી દિવસોની આવક તથા બજારભાવ પર મંડાયેલી છે : કાંતિલાલ વૈષ્નાણી, માર્કેટિંગ યાર્ડ, મોરબી






























