HomeAllઅષાઢી બીજ પર્વને લઈ મોરબી પોલીસની ફ્લેગ માર્ચ, શાંતિપૂર્ણ ઉજવણી માટે નાગરિકોને...

અષાઢી બીજ પર્વને લઈ મોરબી પોલીસની ફ્લેગ માર્ચ, શાંતિપૂર્ણ ઉજવણી માટે નાગરિકોને અપીલ

મોરબી, તા. ૮ જુલાઈ: અષાઢી બીજના પાવન પર્વને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રહે તે હેતુથી મોરબી જિલ્લા પોલીસ દ્વારા શહેરના વિવિધ મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

ફ્લેગ માર્ચમાં પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો તેમજ અન્ય સુરક્ષા દળના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. શહેરના મુખ્ય બજારો, જાહેર સ્થળો, ધાર્મિક વિસ્તારો અને મહત્વના માર્ગો પરથી ફ્લેગ માર્ચ પસાર થઈ હતી. આ દરમિયાન પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરી નાગરિકોમાં વિશ્વાસ અને સુરક્ષાની ભાવના મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને અષાઢી બીજનો તહેવાર પરસ્પર સૌહાર્દ અને ભાઈચારા સાથે ઉજવવાની અપીલ કરવામાં આવી હતી. સાથે જ કોઈપણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરવા, સોશિયલ મીડિયામાં ભ્રામક માહિતી પ્રસારિત ન કરવા તેમજ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ નજરે ચડે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

પોલીસ તંત્રએ જણાવ્યું હતું કે તહેવાર દરમિયાન જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કાયદો તથા વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનાર અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ સતત સતર્ક રહી પોતાની ફરજ નિભાવી રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments