તા.28 જુલાઇ સુધી ચોમાસાનો સૌથી સક્રિય તબકકો રહેવાની સંભાવના


ગુજરાત: જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની આગાહી : બે દિવસમાં ગુજરાત પર અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાશે : સાર્વત્રિક વરસાદ માટે સાનુકુળ સંજોગો

ગુજરાતમાં હાલ મેઘરાજા મુખ્યત્વે દક્ષિણના ભાગોમાં જ સટાસટી બોલાવી રહ્યા ચે પરંતુ આવતા દિવસોમાં રાજ્યભરમાં વરસાદ માટે અનુકુળ પરિસ્થિતિ ઉભી થવાની શક્યતા છે.

ચોમાસુ ધરી નોર્મલ સ્થિતિ નજીક આવી જવા સાથે આવતા બે દિવસમાં ગુજરાત પર અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાવાની સંભાવનાને પગલે સમગ્ર રાજ્યમાં વરસાદનો સારો રાઉન્ડ આવવાની આગાહીનો સમયગાળો વર્તમાન સિઝનનો ચોમાસાનો સૌથી સક્રિય ગાળો બની શકે છે.

તેઓએ તા.28 જુલાઇ સુધીની આગાહીમાં જણાવ્યું હતું કે વરસાદ થઇ શકે છે. ચોમાસુ ધરીનો અક્ષ (Axis) દરિયાની સપાટીએ હવે જૈસલમેર, અજમેર, ગુના, સતના, ડાલ્ટનગંજ અને દીઘા થઈને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ લંબાય છે. આ ધરી દરિયાની સપાટીથી 1.5 કિ.

મી. સુધી વિસ્તરેલી છે, જે ચોમાસા માટે વધુ અનુકૂળ સ્થિતિ દર્શાવે છે.

આશરે 22ઓ ઉત્તર અક્ષાંશ ઉપર 3.1 થી 7.6 કિ.

મી. વચ્ચે ઈસ્ટ-વેસ્ટ શિયર ઝોન આવેલો છે, જે ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝૂકે છે. આવી સ્થિતિ પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં વરસાદી પ્રવૃત્તિ વધારવામાં મદદરૂપ બનતી હોય છે.

અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર મધ્ય પ્રદેશના મધ્ય ભાગો ઉપર આવેલું છે અને મધ્ય ટ્રોપોસ્ફિયરના સ્તર સુધી વિસ્તરેલું છે. ન્યુમેરિકલ હવામાન મોડલોના માર્ગદર્શન મુજબ 23/24 જુલાઈ આસપાસ ગુજરાત રાજ્ય ઉપર 500 hPa સ્તરે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (UAC) બે દિવસ જેટલા સમય માટે બનવાની/યથાવત રહેવાની શક્યતા છે, જે રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિને વધુ અનુકૂળ બનાવશે.

ગુજરાત રિજિયનમાં 22થી 28 જુલાઈ દરમિયાન વ્યાપકથી અતિ વ્યાપક હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા. અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે અને વરસાદ સાથે અમુક સમયે ગાજવીજ પણ થઈ શકે.















