HomeAllભારત-રશિયા વચ્ચે ઐતિહાસિક ડીલ! એકબીજાના દેશમાં તહેનાત કરી શકશે હજારો સૈનિકો અને...

ભારત-રશિયા વચ્ચે ઐતિહાસિક ડીલ! એકબીજાના દેશમાં તહેનાત કરી શકશે હજારો સૈનિકો અને યુદ્ધ જહાજો

ભારત અને રશિયા વચ્ચેના સંરક્ષણ સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. ફેબ્રુઆરી 2025 માં થયેલો મહત્ત્વપૂર્ણ લોજિસ્ટિક્સ કરાર જાન્યુઆરી 2026 થી સત્તાવાર રીતે અમલમાં આવી ગયો છે. આ કરાર હેઠળ બંને દેશો હવે એકબીજાની સૈન્ય સુવિધાઓનો ઉપયોગ કરી શકશે અને મર્યાદિત સંખ્યામાં સૈનિકો તથા શસ્ત્રો તહેનાત કરી શકશે.

RELOS કરાર શું છે?

આ સમજૂતીનું પૂરું નામ ઇન્ડો-રશિયન રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક્સ સપોર્ટ (RELOS) છે. રશિયન સંસદે ડિસેમ્બર 2025 માં તેને મંજૂરી આપી હતી. આ કરારની મુખ્ય શરતોમાં બંને દેશો એકસાથે મહત્તમ 3,000 સૈનિકો એકબીજાના ક્ષેત્રમાં તૈનાત કરી શકશે. આ ઉપરાંત નૌકાદળ અને વાયુસેના એક સમયે 5 યુદ્ધજહાજ અને 10 સૈન્ય વિમાનોની અવરજવર અને તહેનાતીની છૂટ રહેશે. આ સુવિધા શરૂઆતમાં 5 વર્ષ માટે રહેશે, જેને પરસ્પર સંમતિથી વધુ 5 વર્ષ માટે લંબાવી શકાશે.

ભારતને શું થશે ફાયદો?

આ કરાર ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત ફાયદાકારક સાબિત થશે. ભારતને હવે રશિયાના આર્કટિક ક્ષેત્રમાં આવેલા નૌકાદળ અને હવાઈ મથકો સુધી પહોંચ મળશે. ભારતીય સેના પાસે રશિયન મૂળના અનેક શસ્ત્રો છે. આ કરારથી તેમની મરામત અને સ્પેરપાર્ટ્સ મેળવવાનું કામ સરળ બનશે. બંને દેશો વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ, તાલીમ અને માનવીય મિશનમાં વધુ ગતિ આવશે.

સહાયતાના ક્ષેત્રો

આ કરાર માત્ર સૈનિકો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં સાધન-સામગ્રીના સંચાલનનો પણ સમાવેશ થાય છે. જેમાં યુદ્ધજહાજો માટે ઈંધણ, ખોરાક અને ટેકનિકલ સંસાધનોની આપ-લે ઉપરાંત એર ટ્રાફિક કંટ્રોલ, એરોનોટિકલ ડેટા અને વિમાનોના પાર્કિંગની સુવિધા અને પશ્ચિમ એશિયાના સંઘર્ષ અને યુક્રેન યુદ્ધ જેવી વૈશ્વિક સ્થિતિ વચ્ચે આ કરાર ભારત અને રશિયાની સૈન્ય સજ્જતાને વધુ મજબૂત બનાવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments