HomeAllભારતમાં વીજ ઉત્પાદનમાં ગુજરાત નંબર વન: દેશના સૌથી મોટા રાજ્યો પણ હાંફ્યાં

ભારતમાં વીજ ઉત્પાદનમાં ગુજરાત નંબર વન: દેશના સૌથી મોટા રાજ્યો પણ હાંફ્યાં

ઉનાળાની સિઝનમાં વીજળીની વધતી જતી માગે આ વર્ષે મોટો રેકોર્ડ બનાવી દીધો છે. વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટા રાજ્ય ગણાતા ઉત્તર પ્રદેશમાં 10 ટકા વધારાના વીજ ટેરિફ પર બ્રેક લાગી ચૂકી છે. આ રાજ્યમાં સતત વધી રહેલી વીજળીની માગ સાથે ફોલ્ટ અને વીજકાપના કેસ પણ વધી રહ્યા છે. ઉત્તર પ્રદેશ દેશના મોટા રાજ્યમાં સામેલ હોવા છતાં પણ વીજળીના ઉત્પાદનમાં સૌથી પાછળ છે. ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિ.એ જૂન મહિનામાં વીજ બિલમાં પ્રસ્તાવિત 10 ટકાના વીજ ટેરિફ પર બ્રેક મારી દીધી છે. હાલ આ નિર્ણયને લાગુ કરવામાં નહીં આવે.

પહેલા ક્રમે ક્યુ રાજ્ય?

આકાર અને વસ્તીની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય હોવા છતાં વીજ ઉત્પાદનમાં તેનું સ્થાન ટોપ 5માં પણ નથી. વીજ ઉત્પાદનમાં ગુજરાત પહેલા ક્રમે છે. દેશમાં સૌથી વધારે વીજ ઉત્પાદનમાં ગુજરાત અવ્વલ છે. ગુજરાત એ રાજ્યોમાં સામેલ છે જે સૌથી વધારે વીજ ઉત્પાદન કરે છે.

વીજ ઉત્પાદનમાં કેન્દ્રીય સ્થાન મેળવનાર ગુજરાત માટે આ સિદ્ધિ કોઈ એક દિવસનો ખેલ નથી. આ પાછળ એક ખાસ પ્લાનિંગ, પુરૂષાર્થ અને યોજના ભાગીદાર છે. અહીં તાપીય, જળવિદ્યુત અને ન્યૂ ઊર્જા ઉત્પાદન પર મોટા પાયા પર કામ કરવામાં આવ્યું છે, જેનું આ પરિણામ સામે આવ્યું છે. ચારણકા જેવા મોટા સૌર પાર્ક, પવન ઊર્જા, હરિત ઊર્જા જેવા મહત્ત્વના ઊર્જાના ક્ષેત્રમાં પણ ગુજરાત આગળ છે.

ક્યા રાજ્યમાં કેટલા ટકા વીજ ઉત્પાદન?

ચારણકા સૌર પાર્કમાં મોટાપાયા પર વીજ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે, આ કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારથી લઈને નગર સુધીના મોટા કદના વિસ્તારોને સરળતાથી વીજળી પહોંચાડી શકાય છે. વીજ ઉત્પાદનમાં ગુજરાતની ટકાવારી 12.61 ટકા છે, જ્યારે મહારાષ્ટ્રની ટકાવારી 10.71%, રાજસ્થાનની 12.29%, તમિલનાડુની 7.63%, કર્ણાટકની 6.30%, ઉત્તર પ્રદેશની 5.88 %, આંધ્ર પ્રદેશની 5.25%, મધ્ય પ્રદેશની 4.62 %, તેલંગણાની 3.68% અને હરિયાણાની 2.94% ટકાવારી રહી છે.

ઊર્જા મંત્રાલયે જે આંકડા જાહેર કર્યા છે એમાંથી એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં આ ટકાવારી સામે આવી હતી. મહારાષ્ટ્ર વીજ ઉત્પાદનમાં બીજા ક્રમે છે. દેશમાં જેટલું વીજ ઉત્પાદન થાય છે એમાં 10.71% વીજળી એકલા મહારાષ્ટ્રમાંથી પેદા થાય છે. તારાપુર પરમાણું ઊર્જા સ્ટેશન અને ચંદ્રપુર સુપર થર્મલ પાવર સ્ટેશન જેવા મુખ્ય વિદ્યુત ઊર્જા કેન્દ્રના કારણે મહારાષ્ટ્રના મહાનગરને દિવસ-રાત વીજળી મળે છે.

ઔદ્યોગિક એકમમાં સિંહફાળો

મહારાષ્ટ્ર ભારતના ઔદ્યોગિક ક્ષેત્રની સાથે મહાનગરોને પણ વીજળી સપ્લાય કરે છે. વીજ ઉત્પાદનમાં ત્રીજા ક્રમે રાજસ્થાન રાજ્ય છે. ભડલા સોલાર પાર્કને કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તાર સુધી સરળતાથી વીજળી પહોંચી છે.

રાજસ્થાન રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં પવન ઊર્જા અને સોલાર ઊર્જા ઉત્પાદન ક્ષમતા પણ વિસ્તરી રહી છે, જેના કારણે ભારતના રોશનીમય ઊર્જા ભવિષ્યમાં રાજસ્થાનનું યોગદાન સૌથી મોટું થઈ રહ્યું છે. તમિલનાડુમાં 7.63 ટકા વીજળી ઉત્પન્ન થાય છે. ઊર્જા નવીનીકરણના પ્રયોગ, વિશેષ રૂપે પવન ઊર્જાથી ઊર્જા ઉત્પાદનમાં તમિલનાડુ મોખરે છે. પરંપરાગત યોજનાની સાથે ઉદ્યોગો અને શહેરી વિસ્તારમાં વીજ ખપત પૂરી પાડે છે.

ટોપ પાંચમાં કર્ણાટક

કર્ણાટક સૌથી વધારે વીજ ઉત્પાદન કરતા રાજ્યોમાં પાંચમા ક્રમે છે. દેશના કુલ વીજળી ઉત્પાદનની 6.30 ટકા વીજળી કર્ણાટકમાં પેદા થાય છે. સૌર ઊર્જા અને પવન ઊર્જાની મદદથી પણ અહીં સારી એવી વીજળી પેદા થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી અહીંયા પણ વીજળી ઉત્પાદન માટે નવીનીકરણ, યોજના અને આધુનિક ઈન્ફ્રા. દ્વારા નવા સાહસથી વીજળીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

આ કારણે કર્ણાટક વીજ ઉત્પાદનમાં ટોપ 5માં સ્થાન પામ્યું છે. આ સિવાય ઘણા ઉદ્યોગો હવે સોલાર પેનલ અને સમગ્ર સૌર સિસ્ટમનો ઉપયોગ કરીને પોતે પણ વપરાશ કરે છે અને વધેલી વીજળી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વિતરણ માટે આપે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments