HomeAllભરતનગર નજીક ચાલતા ડમ્પરમાં અચાનક આગ : ફાયર વિભાગે સમયસર કાબુ મેળવી...

ભરતનગર નજીક ચાલતા ડમ્પરમાં અચાનક આગ : ફાયર વિભાગે સમયસર કાબુ મેળવી મોટી દુર્ઘટના ટાળી

મોરબી : શહેરના ભરતનગર નજીક માળિયા હાઇવે પર આજે બપોરે આશરે 12:45 વાગ્યે ચાલતા એક ડમ્પરમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

ફાયર વિભાગના જવાનોએ ઝડપભેર કામગીરી હાથ ધરી આગ પર પાણીનો મારો ચલાવી ટૂંકા સમયમાં સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. ફાયર ટીમની સમયસરની કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકી હતી અને મોટી દુર્ઘટના તેમજ નુકસાની ટળી હતી.

આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.