
5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ઈંધણના ભાવમાં તોતિંગ વધારો થશે તેવી સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી અટકળોને કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ફગાવી દીધી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં પેટ્રોલ કે ડીઝલના ભાવમાં વધારો કરવાની સરકારની કોઈ જ યોજના નથી.

પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ સતત ચોથા વર્ષે યથાવત રહ્યા છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે છેલ્લા બે મહિનામાં ક્રૂડ ઓઇલ 50 ટકાથી વધુ મોંઘુ થયું છે.
ખર્ચ અને વેચાણ કિંમતો વચ્ચેનો વધતો જતો તફાવત સરકારી માલિકીની તેલ કંપનીઓને ભારે નુકસાન પહોંચાડી રહ્યો છે, કેટલાક અંદાજ મુજબ દૈનિક નુકસાન લગભગ 2,400 કરોડ છે.

આ કારણોસર, એવી અટકળો હતી કે બુધવારે તમિલનાડુ, બંગાળ, આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા પછી તરત જ ભાવમાં વધારો થઈ શકે છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે, નસ્ત્રપેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનો કોઈ પ્રસ્તાવ નથી.સ્ત્રસ્ત્ર
તેમણે આંધ્રપ્રદેશ જેવા રાજ્યોના કેટલાક ભાગોમાં પેટ્રોલ અને ડીઝલ ખરીદવા માટે ઉતાવળ થઈ રહી હોવાના તાત્કાલિક ભાવ વધારા અંગેની અટકળોને ફગાવી દીધી.

શર્માએ કહ્યું, “અમે કેટલીક જગ્યાએ ગભરાટ ભર્યા ખરીદી જોઈ છે. અમે આ બધી જગ્યાએ રાજ્ય સરકારો સાથે સંપર્કમાં છીએ. બધા રિટેલ આઉટલેટ્સ પર નજર રાખવામાં આવી રહી છે, અને જ્યાં ભારે ખરીદી થઈ રહી છે ત્યાં પુરવઠાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.”

શર્માએ જણાવ્યું હતું કે દેશમાં તમામ ઇંધણની માંગને પહોંચી વળવા માટે પૂરતો સ્ટોક છે અને નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી હતી. દિલ્હીમાં પેટ્રોલનો વર્તમાન ભાવ 94.77 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 87.67 રૂપિયા છે.























