HomeAllમેજર અપસેટ : મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠક ઉપર ભાજપ...

મેજર અપસેટ : મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠક ઉપર ભાજપ હોવા છતાં પ્રમુખ કોંગ્રેસમાંથી આવશે

મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠક માટે યોજાયેલ ચૂંટણીમાં જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી 17 જેટલી બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે પરંતુ જિલ્લા પંચાયતમાં મેજર અપસેટ જોવા મળે તેવી શક્યતા છે કારણ કે જિલ્લા પંચાયતના પ્રમુખ પદની સીટ આદિવાસી અનામતની સીટ છે.

અનામત સીટ ઉપર ભાજપ તરફથી જે ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા હતા તેનો પરાજય થયો છે અને કોંગ્રેસમાંથી નેકનામ બેઠક ઉપર ચૂંટણી લડતા મહિલાનો વિજય થયો હોય ભાજપની જિલ્લા પંચાયતમાં બહુમતી હોવા છતાં પણ પ્રમુખ કોંગ્રેસના બેસસે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં મતદારો દ્વારા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવામાં આવ્યું હતું અને આ ચૂંટણીમાં જિલ્લા પંચાયત ભાજપ ગુમાવશે તેવી ચર્ચાઓ ચાલતી હતી પરંતુ આજે સવારે 900 વાગ્યાથી જ્યારે મતગણતરી શરૂ થઈ.

ત્યારે એક પછી એક જિલ્લા પંચાયતની બેઠકોની ગણતરી પૂર્ણ થતી જતી હતી તેમ વિજેતાઓના નામ જાહેર કરવામાં આવતા હતા જો કે, જિલ્લા પંચાયતની બગથળા બેઠક કે જ્યાં સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઈ વડાવિયાના દીકરા યશવંતભાઈ મગનભાઈ વડાવિયા ચૂંટણી લડી રહ્યા હતા.

જેથી કરીને બેઠક ઉપર સહુ કોઇની નજર હતી. જોકે, મોરબી તાલુકાની જિલ્લા પંચાયતની 6 બેઠકો પૈકી માત્ર એક બગથળાની બેઠક ઉપર ભાજપની હાર થયેલ છે અને ત્યાં કોંગ્રેસના સતિષભાઈ મેરજાનો વિજય થયો છે જો કે, બાકીની પાંચે પાંચ બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે

જ્યારે માળિયા અને ટંકારા તાલુકાની ત્રણ-ત્રણ બેઠકો છે અને તેમાંથી માળિયાની ત્રણેય બેઠક ઉપર ભાજપ તથા ટંકારાની ત્રણ પૈકી બે બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે જોકે ટંકારા તાલુકાની નેકનામ બેઠક આદિવાસી અનામતની બેઠક હોય તે બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસની સિદ્ધિ ટક્કર હતી.

આ બેઠક ઉપરથી જે વિજેતા બને તે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ બનશે તે નિશ્ચિત હતું તેવામાં આ ચૂંટણીની અંદર મેજર અપસેટ જોવા મળ્યો છે અને નેકનામ બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો પરાજય થયો છે જેથી હવે જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી હોવા છતાં પણ કોંગ્રેસના મહિલા પ્રમુખ તરીકે બેસે તે નક્કી છે,

વાંકાનેર તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની સાત બેઠકો પૈકી કોઠી અને ઢુવા બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે જોકેમ બાકીની પાંચેય બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો છે અને હળવદ તાલુકાની જિલ્લા પંચાયતની પાંચે પાંચ બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે આમ 24 બેઠક પૈકી 17 બેઠક ઉપર ભાજપ અને 7 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments