‘ગુજરાત અને ભાજપનો સંબંધ વધુ ગાઢ અને અખંડ બન્યો,’ PM મોદીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો

Written by

in

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે. જેમાં ભાજપે જંગી બહુમત સાથે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં તેમણે કહ્યું કે “ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો સંબંધ હવે વધુ ગાઢ અને અખંડ બન્યો છે. રાજ્યભરમાં યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને મળેલ પ્રચંડ જનસમર્થન અને જનાદેશ બદલ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું

.” વધુમાં પીએમ મોદીએ એવું પણ કહ્યું કે “રાજ્ય સરકારના પ્રજાલક્ષી અને વિકાસમૂલક કાર્યોને માન્યતા આપતા ગુજરાતના લોકોએ સુશાસનની રાજનીતિ પર ફરી એક વાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ પરિણામો સ્પષ્ટ દર્શાવે છે કે વર્ષોથી ભાજપ દ્વારા કરાયેલા અવિરત પરિશ્રમને જનતાએ હાર્દિક આશીર્વાદ આપ્યા છે

.” સાથે જ તેમણે કહ્યું કે “હું ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે આવનારા સમયમાં અમે વધુ પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે કાર્ય કરી, રાજ્યને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહીશું.” સાથે જ વડાપ્રધાન મોદીએ એવું પણ કહ્યું કે,

“આ અવસરે, હું ભાજપના વિશાળ કાર્યકર્તા પરિવારના જમીનસ્તરના અવિરત પ્રયત્નોની સરાહના કરું છું અને અભિનંદન પાઠવું છું. તેઓ હંમેશાં જનતા વચ્ચે રહી તેમની સમસ્યાઓને સમજવા અને સમર્પિત ભાવથી ઉકેલવા માટે કાર્યરત રહ્યા છે. આ જ કારણે ભારતીય જનતા પાર્ટી વારંવાર ગુજરાતના લોકોની પ્રથમ પસંદ બની.”