HomeAllહોર્મુઝની સામુદ્રધુનીમાં `બ્લોકેડ' વચ્ચે મોટી રાહત : યુદ્ધ શરૂ થયા બાદ LNG...

હોર્મુઝની સામુદ્રધુનીમાં `બ્લોકેડ’ વચ્ચે મોટી રાહત : યુદ્ધ શરૂ થયા બાદ LNG ભરેલું પ્રથમ જહાજ બહાર નીકળ્યું

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવને કારણે બંધ જેવી સ્થિતિમાં રહેલી હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG)નો પ્રથમ કાર્ગો સફળતાપૂર્વક બહાર નીકળ્યો છે.

શિપ-ટ્રેકિંગ ડેટા અનુસાર, અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (ADNOC)નું જહાજ ‘મુબારઝ’ (Mubaraz) આ વ્યૂહાત્મક જળમાર્ગ પાર કરી ભારતની પશ્ચિમે સમુદ્રમાં જોવા મળ્યું છે. 28 ફેબ્રુઆરી 2026 ના રોજ યુદ્ધ શરૂ થયા બાદ આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ગેસથી ભરેલું જહાજ આ રસ્તો પાર કરવામાં સફળ રહ્યું હોય.

બે મહિનાથી અટવાયેલું હતું જહાજ
`મુબારઝ’ ટેન્કરે માર્ચ મહિનાની શરૂઆતમાં જ યુએઈના દાસ આઇલેન્ડ પરથી ગેસનો જથ્થો લોડ કર્યો હતો. જોકે, હોર્મુઝમાં વધતા જોખમોને કારણે તે અખાતમાં જ લાંબા સમય સુધી ‘આઈડલિંગ’ એટલે કે અટવાયેલું રહ્યું હતું. 31 માર્ચના રોજ આ જહાજે તેની ઓળખ છુપાવવા માટે ટ્રાન્સપોન્ડર (AIS) બંધ કરી દીધું હતું અને 27 એપ્રિલ 2026 ના રોજ તે ભારતની પશ્ચિમ દિશામાં ફરી ટ્રેકિંગમાં દેખાયું હતું.

ચીન તરફ પ્રયાણઃ ગેસ માર્કેટ માટે આશાનું કિરણ
ટ્રેકિંગ ડેટા મુજબ, આ જહાજ હાલમાં 15 મે સુધીમાં ચીન પહોંચવા માટે રવાના થયું છે. હોર્મુઝની સામુદ્રધુનીમાંથી વિશ્વનો 20% જેટલો LNG પુરવઠો પસાર થાય છે. છેલ્લા બે મહિનાથી ટ્રાફિક લગભગ શૂન્ય થઈ જવાથી વૈશ્વિક સ્તરે ગેસના ભાવ બમણા થઈ ગયા હતા. જોકે, આ સફળ ટ્રાન્ઝિટ એ સંકેત આપે છે કે હવે કદાચ આ રસ્તો સુરક્ષિત રીતે ખુલવાની શરૂઆત થઈ શકે છે.

મહત્વની હકીકતો
યુદ્ધની અસરઃ 28 ફેબ્રુઆરી 2026 થી ઈરાન અને અમેરિકાના બ્લોકેડને કારણે ટ્રાફિક ઠપ થયો હતો.
કિંમતો પર અસરઃ હોર્મુઝ બંધ હોવાને કારણે સ્પોટ કગૠ ના ભાવ 20 પ્રતિ યુનિટથી ઉપર પહોંચી ગયા હતા.
અન્ય જહાજોઃ અગાઉ એપ્રિલમાં ઓમાનનું એક ‘ખાલી’ જહાજ બહાર નીકળ્યું હતું, પરંતુ માલ ભરેલું (Loaded) આ પ્રથમ જહાજ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments