HomeAllડેમી-2 ડેમમાંથી 125 એમસીએફટી પાણી છોડાશે, ત્રણ તાલુકાના 10 ગામોને સાવચેતીની સૂચના

ડેમી-2 ડેમમાંથી 125 એમસીએફટી પાણી છોડાશે, ત્રણ તાલુકાના 10 ગામોને સાવચેતીની સૂચના

ચેકડેમો ભરવા માટે આજે સવારે 9:30 કલાકે એક રેડિયલ ગેઇટ 0.5 ફૂટ ખોલી 499 ક્યુસેક પાણી છોડાશે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામ નજીક આવેલા ડેમી-2 સિંચાઈ યોજનામાંથી ડેમના downstream વિસ્તારમાં આવેલા ચેકડેમો ભરવા માટે આજે તા. 30/07/2026ના રોજ સવારે 9:30 કલાકે પાણી છોડવામાં આવશે. આ કામગીરીને પગલે મોરબી, ટંકારા અને જોડિયા તાલુકાના કુલ 10 ગામોને સાવચેતીની સૂચના આપવામાં આવી છે.

ડેમી-2 ડેમના downstream વિસ્તારમાં આવેલા ચેકડેમો ભરવા માટે કુલ 125 એમસીએફટી પાણી છોડવાની રજૂઆત કરવામાં આવી હતી. આ અંગેની દરખાસ્તને ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

મંજૂરી અનુસાર આજે સવારે 9:30 કલાકે ડેમનો એક રેડિયલ ગેઇટ 0.5 ફૂટ ખોલવામાં આવશે, જેના મારફતે 499 ક્યુસેક પાણી છોડવામાં આવશે. પાણી છોડવાના કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સંબંધિત ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપર, મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર, કોયલી, ધૂળકોટ, આમરણ અને ડાયમંડનગર બેલા તેમજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવનું ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

તંત્ર દ્વારા આ ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા, પશુઓને નદી વિસ્તારમાં ન લઈ જવા તેમજ પાણીના પ્રવાહ દરમિયાન જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments