HomeAllજયા પાર્વતી વ્રત જાગરણ પ્રસંગે મોરબીમાં બહેનો માટે રાસ-ગરબા અને વિવિધ સ્પર્ધાત્મક...

જયા પાર્વતી વ્રત જાગરણ પ્રસંગે મોરબીમાં બહેનો માટે રાસ-ગરબા અને વિવિધ સ્પર્ધાત્મક રમતો યોજાશે

મોરબી જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે બહેનો માટે રાસ-ગરબા તથા વિવિધ સ્પર્ધાત્મક રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 31 જુલાઈ, શુક્રવારના રોજ રાત્રે 9થી 12 વાગ્યા સુધી મોરબીના વાઘપરા વિસ્તારમાં આવેલી સતવારા જ્ઞાતિ વાડી ખાતે આ કાર્યક્રમ યોજાશે.

જયા પાર્વતી વ્રતના જાગરણને ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવાના હેતુથી આયોજિત કાર્યક્રમમાં રાસ-ગરબાની સાથે લીંબુ-ચમચી દોડ, કોથળા દોડ, સંગીત ખુરશી અને ત્રણ પગની દોડ સહિતની વિવિધ સ્પર્ધાત્મક રમતો યોજાશે. રમતોમાં ભાગ લેનારી બહેનોને આયોજકો દ્વારા પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવશે.

કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતી બહેનોએ અગાઉથી પોતાનું નામ નોંધાવી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. કાર્યક્રમમાં માત્ર બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે તેમજ તમામ બહેનોએ ભારતીય પરંપરાગત વેશભૂષામાં ઉપસ્થિત રહેવાનું રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત બહેનો માટે નાસ્તાની વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવી છે.

કાર્યક્રમ અંગે વધુ માહિતી અને રજિસ્ટ્રેશન માટે આરતીબેન ઝાકાસણીયા (9978294086), દેવાંગીબેન વ્યાસ (9484965667) અને ધારાબેન હીરાણી (9429471365)નો સંપર્ક કરવા આયોજકો દ્વારા જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments