
શું તમારા ઘરમાં પણ LPG સિલિન્ડર અને PNG પાઈપલાઈન બંને છે? ભારત સરકારે હવે એક ઘર, એક કનેક્શનનો નિયમ કડકાઈથી લાગુ કરી દીધો છે. ગ્લોબલ એનર્જી સંકટ અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવના કારણે ગેસની સપ્લાય પ્રભાવિત થઈ છે.

જેના કારણે હવે ડબલ કનેક્શન રાખવું ગેરકાયદેસર થઈ ગયું છે. શું તમે તમારો સિલિન્ડર સરેન્ડર કરી દીધો છે? જાણો સરકારના આ નવા આદેશની તમારા પર કેવી અસર થશે અને કેમ સરકારે નવા ગેસ કનેક્શન આપવા પર રોક લગાવી રાખી છે.

શું તમે એ લોકોમાં આવો છો, જેમના ઘરમાં પાઈપવાળી ગેસ એટલે કે PNG પણ છે અને ખૂણામાં એક LPGનો બાટલો પણ રાખેલો છે. જો હા, આ સમાચાર આપના માટે છે. કેમ કે સરકાર હવે આ ડબલ ફાયદા પર લગામ લગાવવાની તૈયારી કરી ચૂકી છે. હકીકતમાં દિલ્હીમાંથી આવેલા તાજા રિપોર્ટ અનુસાર, સરકાર હવે એ ઘરોની ઓળખ કરી રહી છે, જ્યાં LPG અને PNG બંને કનેક્શન એક સાથે ચાલી રહ્યા છે.

આ પગલું એટલા માટે ઉઠાવવામાં આવ્યું છે, જેથી ગેસની કાળાબજારી રોકાઈ શકે અને સબસિડીનો લાભ એ લોકો સુધી પહોંચી શકે, જેની વાસ્તવમાં તેમને જરૂર છે. સરકારે ગત મહિને જ એક કડક આદેશ જાહેર કર્યો હતો, જેમાં સ્પષ્ટ કહેવાયું હતું કે જે ઘરોમાં પાઈપથી રસોઈ ગેસ પહોંચી રહ્યો છે, તેઓ હવે સબસિડીવાળા ઘરેલુ LPG સિલિન્ડર રાખી શકશે નહીં. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે 14 માર્ચના રોજ જરૂરી વસ્તુ અધિનિયમ અંતર્ગત જૂના નિયમોમાં બદલાવ કરતા આ ફરજિયાત કરી દીધું છે કે જો આપની પાસે PNG કનેક્શન છે, તો તમારે તમારું LPG કનેક્શન તરત સરેન્ડર કરવાનું રહેશે.

આ નિર્ણય પાછળ મોટું કારણ દુનિયાભરમાં ચાલી રહેલા ઊર્જા સંકટ છે, જેના કારણે સરકાર ઈચ્છે છે કે PNGનો ઉપયોગ વધે અને LPG સિલિન્ડર પર પ્રેશર ઓછું થાય. આ નિયમની અસર ખાલી ગ્રાહકો પર જ નહીં પણ તેલ કંપનીઓ અને ગેસ ડિસ્ટ્રિબ્યૂટર્સ પર પણ પડશે. હવે સરકારી તેલ કંપનીઓ અને તેમના ડીલરોને કડક નિર્દેશ આપ્યા છે કે તેઓ એવા કોઈ પણ ગ્રાહકોને નવા LPG કનેક્શન ન આપે અથવા સિલિન્ડર રિફીલ ન કરે, જેમના ઘરમાં પહેલાથી PNGની સપ્લાય છે.

પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે હાલમાં એ વાતનું આકલન કરી રહ્યા છીએ કે દેશમાં કુલ કેટલા એવા પરિવાર છે, જે બંને સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે. આંકડાની વાત કરીએ તો, સુજાતા શર્માએ જાણકારી આપી છે કે અત્યાર સુધી લગભગ 43,000થી વધારે એવા લોકો સામે આવ્યા છે, જેમણે PNG હોવાના કારણે LPG કનેક્શન ખુદ સરેન્ડર કરી દીધું છે. જો કે સરકારનું માનવું છે કે આ સંખ્યા હજુ ઘણી ઓછી છે અને અસલમાં આવા લાખો લોકો છે, જેમની પાસે બંને કનેક્શન છે.

સરકાર હવે ડેટા દ્વારા આવા લોકો સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે, જેથી નિયમોનું પાલન કડકાઈથી કરાવી શકાય અને જે લોકો ખુદ કનેક્શન નથી છોડી રહ્યા છે, તેમના પર કાર્યવાહી થઈ શકે. સરકારના આ આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય એ પરિવારોને પ્રાથમિકતા આપવાનો છે, જેમની પાસે પાઈપવાળી ગેસની સુવિધા નથી. ભારત પોતાની જરૂરિયાતનો લગભગ 88 ટકા ક્રૂડ ઓઈલ, 50 ટકા પ્રાકૃતિક ગેસ અને 60 ટકા એલપીજી વિદેશોમાંથી આયાત કરે છે.

આવા સમયે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર કેટલાય તણાવ છે, તો ભારતમાં ગેસ અને તેલની સપ્લાય પર સીધી અસર પડે છે. હાલમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી હાલાતોના કારણે સપ્લાય ચેનમાં ભારે તકલીફ આવી રહી છે, જેને જોતા ઘરેલુ સંસ્થાનો યોગ્ય ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી થઈ ગયું છે. જો સપ્લાય રૂટની વાત કરીએ તો, સઉદી અરબ અને યૂએઈ જેવા દેશોમાંથી ભારતનો 85-90 ટકા એલપીજી આવે છે.

હાલમાં જ ઈરાન અને ઈઝરાયેલની વચ્ચે તણાવના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો રસ્તો પ્રભાવિત થયો છે. જ્યાંથી ભારતનું મોટા ભાગનું ઈંધણ આવે છે. જો કે ભારતે રશિયા જેવા દેશો પાસેથી ઓઈલ ખરીદી ક્રૂડની કમી તો ઘણા બધા અંશે સંભાળી લીધી છે. પણ ગેસની સપ્લાય હજુ પણ એક મોટો પડકાર બનેલો છે. આ સંકટને જોતા સરકારે હાલમાં નવા એલપીજી કનેક્શન આપવા પર રોક લગાવી રાખી છે. આ આખી સ્થિતિની અસર ખાલી સામાન્ય જનતા પર જ નહીં પણ કોમર્શિયલ સેક્ટર પર પણ દેખાઈ રહી છે.

ગેસની કમીના કારણે હોટલો અને રેસ્ટોરન્ટ્સને આપવામાં આવતા એલપીજીની સપ્લાયમાં કાપ કર્યો છે અને ઈન્ડસ્ટ્રિયલ યુનિટ્સ માટે પણ ગેસની ઉપલબ્ધતા ઓછી થઈ ગઈ છે. સરકારનું માનવું છે કે જ્યાં સુધી ગ્લોબલ માર્કેટમાં હાલત સામાન્ય નહીં થાય, ત્યાં સુધી એક વ્યક્તિને એક જ ગેસ કનેક્શનની સુવિધા આપવામાં આવશે, જેથી દેશના દરેક ખૂણે રસોઈ બનતી રહે અને કોઈ પણ ઈંધણની તકલીફનો સામનો ન કરે.



















