
કંપનીના અનુસાર, 12 મહિનાની FD પર વ્યાજ દર 6.75 ટકાથી વધીને 6.85 ટકા કરી દેવામાં આવ્યા છે. 15 મહિનાની ડિજિટલ ઓનલી FD પર વ્યાજ 7.05 ટકાથી વધારીને 7.10 ટકા કરી દેવામાં આવ્યું છે. 18થી 23 મહિનાના પીરિયડવાળી FD પર હવે 7.05 ટકા વ્યાજ મળશે.

Shriram Financeએ પોતાની ફિક્સ ડિપોઝીટ યોજનાઓના વ્યાજ દરમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. નવા વ્યાજ દર 2 જુલાઈથી એટલે કે આજથી લાગુ થશે. કંપનીના અનુસાર, 10 કરોડ રૂપિયા સુધીની ફિક્સ ડિપોઝીટ પર પસંદીદા પીરિયડ માટે વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. અલગ-અલગ પીરિયડની FD અને ફિક્સ ઈન્વેસ્ટમેન્ટ પ્લાનના નવા વ્યાજ દરો જારી કરવામાં આવ્યા છે. કંપનીએ એ પણ કહ્યું છે કે, સીનિયર સિટીઝન, મહિલા જમાકર્તાઓ અને મેચ્યોર FDના રિન્યૂઅલ પર મળતો વધારાનો લાભ પહેલાની જેમ જ મળશે.

FDના નવા વ્યાજ દર- કંપનીના અનુસાર, 12 મહિનાની FD પર વ્યાજ દર 6.75 ટકાથી વધીને 6.85 ટકા કરી દેવામાં આવ્યા છે. 15 મહિનાની ડિજિટલ ઓનલી FD પર વ્યાજ 7.05 ટકાથી વધારીને 7.10 ટકા કરી દેવામાં આવ્યું છે. 18થી 23 મહિનાના પીરિયડવાળી FD પર હવે 7.05 ટકા વ્યાજ મળશે. પહેલા તે 7 ટકા હતું. 24થી 35 મહિનાની FD પર વ્યાજ દર 7.05 ટકાથી વધારીને 7.10 ટકા કરી દેવામાં આવ્યું છે. 36થી 60 મહિનાના પીરિયડવાળી FD પર હવે 7.50 ટકા વાર્ષિક વ્યાજ મળશે. પહેલા ત 7.25 ટકા હતું.

કંપનીએ કહ્યું કે, સીનિયર સિટીઝનને 0.50 ટકાનું વધારાનું વાર્ષિક વ્યાજ મળશે. મહિલા જમાકર્તાઓને 0.05 ટકા વધારે વ્યાજ મળશે, મેચ્યોર થઈ ચૂકેલી FDના રિન્યૂઅલ પર 0.15 ટકા વ્યાજ મળશે.

FD પ્લાનમાં પણ ફેરફાર- Shriram Financeએ તેના Fixed Investment Planના વ્યાજ દરોમાં પણ ફેરફાર કર્યો છે. 12થી 23 મહિનાની મુદત માટે વ્યાજ દર 6.75 ટકાથી વધારીને 6.85 ટકા કરવામાં આવ્યા છે. 24થી 35 મહિનાના પીરિયડ પર હવે 7.10 ટકા વ્યાજ મળશે. પહેલા આ દર 7.05 ટકા હતો. 36થી 48 મહિનાની મુદતવાળી FIP પર વ્યાજ દર 7.25 ટકાથી વધારીને 7.50 ટકા કરી દેવામાં આવ્યો છે. મહિલા જમાકર્તાઓને FIP હેઠળ પણ 0.05 ટકા વધારાનું વ્યાજ મળતું રહેશે. અન્ય નિયમો અને શરતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

કંપનીની જાણકારી- કંપનીની ફિક્સ ડિપોઝીટને CRISIL Ratings, ICRA, India Ratings and Research અને CARE Ratings જેવી રેટિંગ એજન્સીઓ દ્વારા “AAA/Stable” રેટિંગ આપવામાં આવી છે. Shriram Finance, Shriram Groupની મુખ્ય કંપની છે. કંપની રિટેલ એસેટ ફાઈનાન્સિંગ ક્ષેત્રમાં કામ કરે છે અને કોમર્શિયલ વ્હીકલ લોન, MSME ફાઈનાન્સ, પર્સનલ લોન, ગોલ્ડ લોન અને કૃષિ ઉપકરણ ફાઈનાન્સિંગ જેવી સુવિધાઓ આપે છે. કંપનીના અનુસાર, તેના એસેટ અન્ડર મેનેજમેન્ટ 3.02 લાખ કરોડ રૂપિયાથી વધારે છે અને ભારતમાં તેની 3,200થી વધારે શાખાઓ છે.























