HomeAllGoogle અને Samsung એ લોન્ચ કર્યા AI સ્માર્ટ ગ્લાસીસ, દમદાર ફીચર્સ જાણીને...

Google અને Samsung એ લોન્ચ કર્યા AI સ્માર્ટ ગ્લાસીસ, દમદાર ફીચર્સ જાણીને તમે પણ ખરીદી લેશો

ગૂગલનો વાર્ષિક કાર્યક્રમ I/O ની શરૂઆત થઈ ગઈ છે. પહેલાં જ દિવસે કંપનીએ અનેક વસ્તુઓનું એલાન કર્યું છે. ખાસ કરીને ગૂગલ સ્માર્ટ ગ્લાસિસ પર કામ કરે છે. આમ, કંપની એક નહીં પરંતુ અનેક સ્માર્ટ ગ્લાસિસ લોન્ચ કરી શકે છે..

દુનિયાની સૌથી મોટી ટેક કંપનીઓમાં શામેલ Google એ મોટી ઇવેન્ટ Google I/O 2026 માં એવા સ્માર્ટ ચશ્મા બતાવ્યા જે આવનાર સમયમાં મોબાઇલ ફોનની જરૂરિયાતને ઓછી કરી શકે છે. ગૂગલે તેનાં સ્માર્ટ ગ્લાસિસને સેમસંગની સાથે મળીને કરાર કર્યો છે. કંપનીએ એઆઇનાં ચશ્માની ઝલક બતાવી છે જે તમારો અવાજ સાંભળશે, ફોટો અને વીડિયો એડિટ કરશે, રસ્તો બતાવશે અને સાથે તમે જમવાનું પણ ઓર્ડર કરી શકશો.

કંપનીનું કહેવુ છે કે આ ચશ્મા માત્ર જોવા માટે જ નહીં પરંતુ ડિઝિટલ સાથીની જેમ કામ કરશે. સૌથી વધારે ચર્ચા Google નાં નવા Android XR સ્માર્ટ ગ્લાસિસની થઈ રહી છે. કંપનીએ ફેશન બ્રાન્ડ Warby Parker અને Gentle Monster ની સાથે મળીને નવા સ્માર્ટ ચશ્મા બનાવ્યા છે. આ ચશ્મામાં કેમેરા અને સ્પીકર હશે. આ સાથે જ આ ગ્લાસિસમાં Gemini AI કામ કરશે. ગૂગલે જણાવ્યું કે યુઝર માત્ર બોલીને અનેક કામ કરી શકશે,

જેમ કે રેસ્ટોરન્ટનું નામ બોલીને ખાવાનો ઓર્ડર કરવો, રસ્તો પૂછવો, ટ્રાન્સલેશન વગેરે. કંપનીએ તેનાં Universal Cart ફીચરનું એલાન પણ કર્યું છે, જેની મદદથી યુઝર Youtube, Gmail, Search અને Gemini દ્વારા અલગ-અલગ વેબસાઇટ પરથી સામાનની પસંદગી કરીને તમે એકસાથે ખરીદી શકશો.

આ ચશ્માની સૌથી ખાસ વાત તેનાં કેમેરા અને એડિટિંગ ફીચર છે. ગૂગલે જણાવ્યું કે યુઝર કેમેરાથી ફોટો લીધા બાદ ડાયરેક્ટ AI ને કહી શકશે કે ફોટામાં ચેન્જિસ કરો. જેમ કે બેકગ્રાઉન્ડ બદલવું, ઇફેક્ટ તેમજ વીડિયોને સારો બનાવે છે.

આમ, ગૂગલે તેનાં નવા PICS એપની પણ જાણકારી આપી છે, જેમાં યુઝર ફોટાને કોઈપણ હિસ્સા પર ટેપ કરીને માત્ર લખશે અને AI જાતે જ બદલી લેશે. આનો અર્થ એ થાય છે કે લાંબુ એડિટિંગ કરવાનું કામ તમારે જાતે નહીં કરવુ પડે. આ સાથે કંપનીએ Project Aura નામનાં એડવાન્સ સ્માર્ટ ગ્લાસ પણ બતાવ્યા છે, જેને Xreal ની સાથે મળીને બનાવવામાં આવ્યાં છે. આમાં સ્ક્રીન જેવી ડિસ્પ્લે ટેક્નોલોજી મળશે. આમાં Google Calender, Notes અને Gemini નો સપોર્ટ મળશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments