HomeAllગુજરાત પર બર્ડ ફ્લૂનું જોખમ? મહારાષ્ટ્રમાં કેસ વધતા સરકાર એલર્ટ, પોલ્ટ્રી ફાર્મમાં...

ગુજરાત પર બર્ડ ફ્લૂનું જોખમ? મહારાષ્ટ્રમાં કેસ વધતા સરકાર એલર્ટ, પોલ્ટ્રી ફાર્મમાં સરવે શરૂ

પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના કેસો નોંધાતા ગુજરાત સરકાર હરકતમાં આવી છે. સંક્રમણ ગુજરાતમાં ન ફેલાય તે હેતુથી પશુપાલન વિભાગે ઍલર્ટ જાહેર કર્યું છે.

રાજ્ય સરકારના આદેશ બાદ તમામ જિલ્લાઓના પોલ્ટ્રી ફાર્મમાં સરવેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ છે જેના કારણે સરહદી વિસ્તારમાં પોલ્ટ્રી ફાર્મમાં લાખો મરઘાને મારી નંખાયા છે.

બર્ડ ફ્લૂના જોખમને જોતાં દરેક જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગની વિશેષ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો સતત પોલ્ટ્રી ફાર્મ અને પક્ષીઓના આશ્રયસ્થાનોનું નિરીક્ષણ કરી રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં વિશેષ તકેદારી ર્ર્ખ્વામાં આવી રહી છે.

જેથી સરહદ પારથી સંક્રમણ રાજ્યમાં પ્રવેશી ન શકે. પશુપાલન વિભાગની સાવચેતી રાખવા અપીલ બર્ડ ફ્લૂના સંભવિત જોખમોને ટાળવા માટે પશુપાલન વિભાગે પણ લોકોને સાવચેતી રાખવા અપોલ કરી છે. ઇંડા કે ચિકનનો ઉપયોગ કરનારા લોકોએ સાવધાની રાખવાની જરૂર છે.

જો કોઈ વિસ્તારમાં અચાનક મોટી સંખ્યામાં મરઘાં કે પક્ષીઓનાં મોત થાય તો તુરંત જ નજીકના સરકારી પશુ દવાખાને જાણ કરવા જણાવાયું છે. હાલમાં રાજ્ય સરકાર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહી છે અને નાગરિકોને ગભરાવવાને બદલે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments