HomeAllલાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા ડાયાબીટીસ-બીપી ચેકઅપ કેન્દ્ર ખુલ્લું મુકાયું

લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા ડાયાબીટીસ-બીપી ચેકઅપ કેન્દ્ર ખુલ્લું મુકાયું

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ઓમ કલીનીકના ડો. દિપક આર. ફુલતરિયાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ રોયલ પ્લાઝા ન્યુ ચંદ્રેશનગર રાજનગર અને પંચાસર રોડ મોરબીની જનતાના જન આરોગ્ય માટે વિનામૂલ્યે ડાયાબિટીસ અને બીપી ચેક અપ માટેનુ કેન્દ્ર ડોક્ટરના માતા પિતા અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્યોના હસ્તે દિપ પ્રાગટય કરીને ખુલ્લુ મુકવામા આવ્યુ હતું.

જેમા તમામ વર્ગના લોકો આ કેન્દ્રનો લાભ લે તેવો લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તથા ઓમ ક્લિનિકના ડો દિપક આર. ફુલતરિયાનો ભાવ છે આ સેવાકીય પ્રોજેક્ટ ડો નિલેશભાઈ ભાડજાના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલ છે. ત્યારે રમેશભાઈ રૂપાલા, ત્રિભોવનભાઈ ફુલતરિયા, કેશુભાઈ દેત્રોજા, નાનજીભાઈ મોરડીયા અને બાલુભાઈ પાંચોટીયા સહિતના હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments