HomeAllગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબીમાં આયોજિત ૧૫ દિવસીય નિઃશુલ્ક ‘સમર યોગ...

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબીમાં આયોજિત ૧૫ દિવસીય નિઃશુલ્ક ‘સમર યોગ કેમ્પ’નું સમાપન

મોરબી અને રાજપર ગામ ખાતે બાળકોમાં શારીરિક-માનસિક ઉર્જા સાથે કરાયું સંસ્કાર સિંચન; ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટનું વિતરણ

બાળકોમાં શારીરિક અને માનસિક ઉર્જા, ઉત્સાહ તેમજ સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા આશય સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી જિલ્લામાં આયોજિત ૧૫ દિવસીય નિઃશુલ્ક ‘સમર યોગ કેમ્પ’નું પ્રેરણાદાયી માહોલમાં ભવ્ય સમાપન થયું છે. ગત તારીખ ૧૬ મે થી ૩૦ મે દરમિયાન મોરબીની ગોકુળનગર પ્રાથમિક શાળા તેમજ રાજપર ગામ ખાતે આ વિશેષ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પ દરમિયાન બાળકોને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનનો સઘન અભ્યાસ કરાવીને દૈનિક જીવનમાં યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. યોગાભ્યાસની સાથે-સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ ઇન્ડોર અને આઉટડોર રમતો રમાડવામાં આવી હતી. આ ઉપરાંત, નવી પેઢી આપણી ભવ્ય સંસ્કૃતિથી પરિચિત થાય તેવા હેતુથી ગાયત્રી પરિવારના વિશેષ સહયોગથી યજ્ઞનું પણ આયોજન કરાયું હતું.

કેમ્પના સમાપન અવસરે ભાગ લેનાર તમામ ઉત્સાહી બાળકોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી કેપ, ડ્રોઈંગ બુક, યોગ અભ્યાસ પુસ્તિકા તેમજ પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ આયોજન સફળ બનાવવા યોગ બોર્ડના ઝોન કોઓર્ડિનેટર વાલજીભાઈ ડાભી તથા જિલ્લા કોઓર્ડિનેટર દેવાંશીબેન પરમારે જહેમત ઉઠાવી હતી. આ ઝુંબેશમાં સ્થાનિક દાતાઓનો સહયોગ પણ સાંપડ્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments