HomeAllગુજરાતમાં ક્યાંય રેડ એલર્ટ નથી: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ...

ગુજરાતમાં ક્યાંય રેડ એલર્ટ નથી: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

પાટણથી વલસાડ સુધી 12 જિલ્લામાં યેલો એલર્ટ – કચ્છ, સૌરાષ્ટ્રના ભાગો અને નર્મદા-છોટાઉદેપુર-તાપી-ડાંગ ગ્રીન ઝોનમાં

સમાચાર : હવામાન વિભાગના તાજેતરના નાઉકાસ્ટ મુજબ ગુજરાતમાં રેડ એલર્ટ ક્યાંય આપવામાં આવ્યું નથી. સવારે 7 થી 10 વાગ્યા વચ્ચે માટે જારી નકશામાં મધ્ય અને ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓ—બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ગાંધીનગર અને ખેડા—માટે ભારેથી અતિભારે વરસાદની સંભાવના દર્શાવી ઓરેન્જ એલર્ટ જાહેર છે.

પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી તથા દક્ષિણ ગુજરાતના નર્મદા, છોટાઉદેપુર, તાપી અને ડાંગ જિલ્લાઓ ગ્રીન ઝોનમાં દર્શાવવામાં આવ્યા છે, જ્યાં હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments