રાધનપુર 103.05 ટકા, સાંતલપુર 117.37 ટકા, ભાભર 104.31 ટકા, દીયોદર 112.86 ટકા, કડી 116.84 ટકા, ધોળકા 106.48 ટકા, માંડલ 108 ટકા, વિરમગામ 118.87 ટકા, ખેડા 102.17 ટકા, મહેમદાબાદ 137.72 ટકા, માતર 112.70 ટકા, વસો 121.82 ટકા,સોજીત્રા 115.83 ટકા, તારાપુર 101.83 ટકા, માંગરોળ (જૂનાગઢ) 109.74 ટકા, અંકલેશ્વર 100.12 ટકા, નેત્રંગ 142.91 ટકા, વાલોડ 114.72 ટકા, ડોલવણ 125.92 ટકા, અંબિકા 151.36 ટકા, બારડોલી 112.05 ટકા, કામરેજ 119.38 ટકા, માંગરોળ 114.60 ટકા, પલસાણા138.76 ટકા, સુરત શહેર 109.50 ટકા, ઉમરપાડા 108.91 ટકા, ચીખલી 126.21 ટકા, ગણદેવી 101.90 ટકા, જલાલપોર 100.63 ટકા, ખેરગામ 126.25 ટકા, નવસારી 104.76 ટકા, વાંસદા 121.01 ટકા, કપરાડા 110.38 ટકા, નાનાપોંઢા 105.26, પારડી 108.55 ટકા, ઉમરગામ 128.58 ટકા, વલસાડ 110.61 ટકા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ પડ્યો : સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 226 તાલુકામાં વરસાદ પડ્યો હતો. રાજકોટમાં સૌથી વધુ 2.72 ઇંચ, વલસાડના કપરાડામાં 1.73 ઇંચ, રાજકોટના પડધરીમાં 1.50 ઇંચ, વાવ થરાદના દીયોદરમાં 1.46 ઇંચ, વલસાડના નાનાપોંઢામાં 1.34 ઇંચ, અરવલ્લીના મોડાસામાં 1.22 ઇંચ, કચ્છના મુન્દ્રામાં 1.06 ઇંચ તથા સુરતના અંબિકામાં 1.06 ઇંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય એક પણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર,કચ્છમાં હળવા વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
























