HomeAllહળવદ : રણછોડગઢ બેઠકની પેટા ચૂંટણીમાં BJPનો 145 મતે વિજય”

હળવદ : રણછોડગઢ બેઠકની પેટા ચૂંટણીમાં BJPનો 145 મતે વિજય”

જૂનમાં AAPના સદસ્ય પ્રેમજીભાઈ દઢૈયાના અવસાન બાદ યોજાયેલી પેટા ચૂંટણીમાં BJPના ભરતભાઈ નંદેસરીયાનો વિજય

હળવદ : રણછોડગઢ બેઠકની પેટા ચૂંટણીના મતગણતરી પરિણામે BJPના ઉમેદવાર ભરતભાઈ નંદેસરીયા 145 મતે વિજેતા બન્યા. આ સાથે અગાઉ AAP પાસે રહેલી આ બેઠક BJPના ખાતે ગઈ છે.

આ બેઠક AAPના સદસ્ય પ્રેમજીભાઈ દઢૈયાના અવસાન બાદ ખાલી પડી હતી. ગત જૂનમાં મોરબી-હળવદ હાઇવે પર કાર ડમ્પરમાં ઘૂસી જતાં પ્રેમજીભાઈ દઢૈયાને ગંભીર ઇજા પહોંચી હતી અને તેમનું મોત નિપજ્યું હતું.

બેઠક ખાલી થતા પેટા ચૂંટણી જાહેર કરીને મતદાન પૂર્ણ કરાયું હતું. આજ રોજ હળવદ મામલતદાર કચેરી ખાતે EVMમાં પડેલા મતોની ગણતરી કરવામાં આવી હતી અને ગણતરી પૂર્ણ થતાં ભરતભાઈ નંદેસરીયા વિજેતા જાહેર થયા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments