HomeAllહળવદની સરકારી કચેરીઓમાં જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેનું સરપ્રાઈઝ ચેકિંગ

હળવદની સરકારી કચેરીઓમાં જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેનું સરપ્રાઈઝ ચેકિંગ

પોલીસ સ્ટેશન, સબ રજિસ્ટ્રાર કચેરી, જનસેવા કેન્દ્ર અને ઈ-ધરા કેન્દ્રની કામગીરીની સમીક્ષા – અરજદારો સાથે સીધો સંવાદ કરી સેવાઓ અંગે પ્રતિભાવ મેળવ્યા

હળવદ : મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા હળવદ ખાતે વિવિધ સરકારી કચેરીઓની ઓચિંતી મુલાકાત લઈ કામગીરીનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે વિવિધ કચેરીઓમાં નાગરિકોને અપાતી સેવાઓ, વહીવટી કામગીરી અને ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી હતી.

જિલ્લા કલેક્ટરે હળવદ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ વિવિધ રજિસ્ટરો, શાખાઓ તેમજ સમગ્ર પરિસરનું નિરીક્ષણ કર્યું હતું. નાગરિકોને સમયસર, અસરકારક અને સંવેદનશીલ પોલીસ સેવાઓ મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ત્યારબાદ કલેક્ટરે સબ રજિસ્ટ્રાર કચેરીની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. સાથે જ મામલતદાર કચેરી ખાતે કાર્યરત જનસેવા કેન્દ્ર અને ઈ-ધરા કેન્દ્રની મુલાકાત લઈ નાગરિકોને આપવામાં આવતી વિવિધ સેવાઓ અને કામગીરીનો તાગ મેળવ્યો હતો.

મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરે કચેરીઓમાં ઉપસ્થિત અરજદારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને તેમને મળતી સેવાઓ અંગે પ્રતિભાવો મેળવ્યા હતા. સાથે જ સરકારી સેવાઓ નાગરિકોને સરળતાથી અને સમયસર ઉપલબ્ધ થાય તે માટે સંબંધિત કામગીરીની સમીક્ષા કરી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments